• Home
  • News
  • નેપાળ અને ભારતની વચ્ચે આજે 9 મહિના પછી વીડિયો કોન્ફોરન્સિંગથી બેઠક, પાડોશી દેશના રાજદૂતે કહ્યું- રામ અને બુદ્ધ ભાગલા નથી પડાવતા પરંતુ એક કરે છે
post

બંને દેશોની વચ્ચે 2016માં વાતચીત માટે તૈયાર કરવામાં આવેલી મિકેનિઝ્મ અંતર્ગત આ 8માં બેઠક હશે, ભારતની મદદથી ચાલતા પ્રોજેક્ટસ પર ચર્ચા થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 11:39:35

નવી દિલ્હી: સીમા વિવાદ અને નિવેદનબાજીની વચ્ચે ભારત અને નેપાળ 9 મહિના પછી આજે પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સિંગથી સમીક્ષા બેઠક કરશે. તેમાં ભારત તરફથી નેપાળમાં શરૂ કરવામાં આવનારા અને ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે. જોકે બંને દેશ સીમા વિવાદ સહિત બીજા કેટલાક મુદ્દાઓ પર પણ વાતચીત કરે તેવી શકયતા છે. નેપાળ તરફથી વિદેશ મંત્રાલયમાં સેક્રેટરી શંકર દાસ બૈરાગી હાજર રહેશે. ભારતની આગેવાની નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રા કરશે.

આ દરમિયાન ભારતમાં નેપાળના રાજદૂત નીલાંબર આચાર્યએ કહ્યું છે કે ભગવાન રામ અને બુદ્ધ બંને દેશોના ભાગલા પાડતા નથી પરંતુ જોડે છે. થોડા દિવસો અગાઉ વડાપ્રધાને કહ્યું હતું કે ભગવાન રામ નેપાળના છે. જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ભગવાન બુદ્ધ ભારતમાં થયા હોવાનું કહેતા નેપાળના વિદેશ મંત્રીએ વાધો ઉઠાવ્યો હતો.

બંને દેશોને ભગવાન રામ અને બુદ્ધમાં વિશ્વાસઃ આચાર્ય
આચાર્યએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારત-નેપાળના વિદેશ મંત્રાલય ભગવાન રામ અને બુદ્ધના નિવેદનો વિશે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. આપણે બંને ભગવાન રામ અને બુદ્ધમાં વિશ્વાસ રાખીએ છીએ. એ વાત પણ માનીએ છીએ કે બુદ્ધનું જન્મસ્થાન લુંબિની છે. રામ અને બુદ્ધ સહિતની વાતો આપણને દૂર કરતી નથી પરંતુ નજીક લાવે છે. આપણે આ મુદ્દાઓ બાબતે કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરવો જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post