• Home
  • News
  • લાંબા સમય બાદ 'બબીતાજી' એકલા ફરવા ગયા, સો.મીડિયામાં સોલો ટ્રિપની તસવીરો શૅર કરી
post

મુનમુન દત્તાએ સો.મીડિયામાં થાઇલેન્ડની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'લાંબા સમય બાદ સોલો ટ્રિપ. ફરી મારી લાઇફ જીવી રહી છું.'

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-18 19:46:53

મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મુનમુન દત્તાને ફરવાનો ઘણો જ શોખ છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે મુનમુન દત્તા ફરવા જઈ શકી નહોતી. હાલમાં જ તે સોલો ટ્રીપ પર થાઇલેન્ડ ફરવા ગઈ છે. મુનમુન દત્તાએ સો.મીડિયામાં સોલો ટ્રિપની તસવીરો શૅર કરી છે.

સો.મીડિયામાં તસવીરો શૅર કરી
મુનમુન દત્તાએ સો.મીડિયામાં થાઇલેન્ડની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'લાંબા સમય બાદ સોલો ટ્રિપ. ફરી મારી લાઇફ જીવી રહી છું.'

મુનમુન દત્તાને ફરવાનો શોખ છે
મુનમુન દત્તાને ફરવાનો ઘણો જ શોખ છે. કોરોના પહેલાં તે અવાર-નવાર સોલો ટ્રિપ પર જતી હતી. મુનમુન દત્તા અત્યાર સુધીમાં 35-40 જેટલા દેશો ફરી ચૂકી છે, જેમાં જોર્ડન, સિંગાપોર, યુરોપ-ઇસ્ટ આફ્રિકાના વિવિધ દેશો સામેલ છે.

સિરિયલ છોડે તેવી શક્યતા
થોડાં સમય પહેલાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુનમુન દત્તાની લોકપ્રિયતા જોઈને 'બિગ બોસ OTT'એ સેકન્ડ સીઝન માટે અપ્રોચ કર્યો હતો. મુનમુને શોમાં કામ કરવાની હા પાડી હોવાનું ચર્ચાતુ હતું. ઉલ્લેખનીય છે કે 'બિગ બોસ 15'માં મુનમુન દત્તા બે દિવસ ઘરમાં રહી હતી. મુનમુન દત્તા જો રિયાલિટી શોમાં જશે તો તે સિરિયલ છોડી દેશે એમ માનવામાં આવી રહ્યું છે.

2004માં ટીવી ડેબ્યુ કર્યું હતું
મુનમુન દત્તા મૂળ પુણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી. તેના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે. તેણે ગયા વર્ષે મુંબઈમાં પોતાનું બીજું ઘર લીધું હતું. અહીં તે તેની મમ્મી સાથે રહે છે.

adv

Related News

post
post
post
post
post
post
post