• Home
  • News
  • માતા બન્યા પછી કાજલ અગ્રવાલ ફિલ્મોમાં પુનરાગમન માટે તૈયાર
post

આવતા મહિનાથી કમલા હસન સાથે ઈન્ડિયન ટૂનું શૂટિંગ શરુ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-06 16:50:23

મુંબઇ : કાજલ અગ્રવાલ માતા બન્યા બાદ આવતા મહિનાથી ફરી ફિલ્મ શૂટિંગ શરુ કરી દેશે. ખુદ કાજલે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. કાજલે નેહા ધૂપિયા સાથે એક લાઈવ સેશન દરમિયાન કહ્યું હતું કે પોતે તા. ૧૩મી સપ્ટેમ્બરથી કમલા હસન સાથે ઈન્ડિયન ટૂ ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દેશે. કાજલે ગયા એપ્રિલ માસમાં એક પુત્રની માતા બની હતી. તેણે પ્રેગનન્સીના કારણએ ફિલ્મોમાથી થોડા સમય માટે બ્રેક લીધો છે. 

કમલા હસનની સુપરહિટ ફિલ્મ ઇન્ડિયનના બીજા ભાગ તરીકે ઈન્ડિયન ટૂ બની રહી છે. આ ફિલ્મમાં કાજલ સાથે સિદ્ધાર્થ પણ છે. આ ફિલ્મનું શૂટિંગ તેના નિર્ધારિત શિડયૂલ કરતાં ઘણું મોડું થયું છે. થોડા સમય પહેલાં જ કમલા હસને કહ્યું હતું કે હજુ અમે ૬૦ ટકા જ શૂટિંગ કરી શક્યા છીએ અને હજુ ઘણું કામ બાકી છે. એક સમયે ચર્ચા હતી કે દીપિકા પાદૂકોણ કાજલનો રોલ કરવાની છે. પરંતુ, હવે કાજલે પોતે શૂટિંગ શરુ કરી રહી હોવાની માહિતી આપી દીપિકાને આ રોલ મળ્યાની અફવાનું ખંડન કરી દીધું છે. 

adv

Related News

post
post
post
post
post
post
post