• Home
  • News
  • બ્રિટન-કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવું બનશે મુશ્કેલ, ભારતીય વિદ્યાર્થીઓ માટે કડક નિયમો
post

ઓસ્ટ્રેલિયાએ 2022-2023માં ઈમિગ્રેશનોની સંખ્યા રેકોર્ડ 5.10 લાખ નોંધાયા બાદ આ નિર્ણય લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 18:42:45

બ્રિટન અને કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના વિઝા નિયમો કડક બનાવ્યા છે. હવે આ ત્રણેય દેશોના વિઝા મેળવવામાં ભારતીયોને મુશ્કેલી પડી શકે છે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કુશળ શ્રમિકો માટેના વિઝાના નિયમો કડક કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ આગામી 2 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં અડધો કરવાના લક્ષ્યાંકના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ નવા નિયમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ એંગ્રેજી પરીક્ષામાં ઉચ્ચ રેટિંગ મેળવવાની જરૂર પડશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં લાંબા સમય સુધી રહેવા ઈચ્છે તો તેમના બીજી વખતના વિઝામાં ઊંડી તપાસ કરાશે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેયર ઓ’નીલે પ્રેસ કોન્સરન્સમાં જણાવ્યું કે, દેશના ભવિષ્ય માટે તેમજ દેશમાં વધતી જતી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવાની અમારી રણનીતિ છે.

ઓસ્ટ્રેલિયામાં 2022-2023માં 5.10 લાખ ઈમિગ્રેશનોની એન્ટ્રી

ઓસ્ટ્રેલિયાએ 2022-2023માં ઈમિગ્રેશનોની સંખ્યા રેકોર્ડ 5.10 લાખ નોંધાયા બાદ આ નિર્ણય લીધો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, 2022-23માં ઈમિગ્રેશનોની સંખ્યામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયામાં 1,18,869 ભારતીય વિદ્યાર્થીઓ

ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જતા હોય છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ Statistaના અહેવાલો મુજબ જુલાઈ-2023 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 1,18,869 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રાલયની વેબસાઈટ મુજબ જૂન-2021 સુધીમાં 7,10,380 ભારતીય મૂળના લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે, જ્યારે જૂન-2011માં આ આંકડો 3,37,120 હતો. બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે, તો અગાઉ કેનેડા અને બ્રિટને પણ વિઝા નિયમોને કડક બનાવ્યા છે.

કેનેડાએ પણ વિઝા નિયમો કડક બનાવ્યા

કેનેડામાં ભણવા જતાં વિદ્યાર્થીઓએ પહેલી જાન્યુઆરી 2024થી આજીવિકા ખર્ચની નાણાંકીય જરૂરિયાત પેટે દસ હજાર કેનેડિયન ડોલરને બદલે બમણાં એટલે કે 20,635 ડોલર બતાવવા પડશે તેમ ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જાહેર કર્યું હતું. કેનેડાની સરકારના આ પગલાંથી ભારતમાંથી કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીઓએ  વધારે નાણાંની જોગવાઇ કરવી પડશે. કેનેડામાં 2022માં સૌથી વધારે 3,19,000 ભારતીય સ્ટુડન્ટ સ્ટડી પરમીટ હોલ્ડર્સ હતા. હાલ કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીએ પ્રવાસ અને શિક્ષણ ખર્ચ ઉપરાંત દસ હજાર કેનેડિયન ડોલર તેમની પાસે હોવાનું દર્શાવવું પડે છે. દસ હજાર ડોલરની જરૂરિયાત છેલ્લા બે  દાયકાથી યથાવત હતી. હવે  સ્ટેટેસ્ટિકસ કેનેડા બેન્ચમાર્ક અનુસાર આજીવિકા ખર્ચ દર વર્ષે વધે તે રીતે આ રકમમાં વધારો ઘટાડો કરવામાં આવશે. મિલરે જણાવ્યું હતું કે આજીવિકા ખર્ચની સામે નાણાંકીય જરૂરિયાત ઘણાં સમયથી વધારવામાં આવી ન હોવાથી કેનેડામાં આવતાં વિદ્યાર્થીઓને તેમની પાસેનું ભંડોળ અપૂરતું જણાય છે. 

બ્રિટનમાં પણ વિઝા માટે નવો કાયદો લવાયો

બ્રિટનમાં ઋષિ સુનક (Rishi Sunak) સરકારે તાજેતરમાં જ વિઝા (UK Visa) મામલે મોટો નિર્ણય લીધો હતો. સુનક સરકારે સંસદમાં નવો કાયદો લાવી છે, જેમાં વીઝાથી લઈને 5 નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. આ નવા નિયમોને કારણે બ્રિટનમાં રહેવાની, કામ કરવાની અને ભણવાની ઈચ્છા રાખનારાઓ માટે મોટી મુશ્કેલી સર્જાશે. આ નિયમોને કડક બનાવી આગામી વર્ષે યોજાનાર ચૂંટણી પહેલા ઈમિગ્રેશન પર અંકુશ લગાવવાનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે સંસદમાં નવો કાયદો રજુ કર્યા બાદ કહ્યું, આ બિલને આગામી વર્ષે એપ્રિલ-2024થી લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. બ્રિટનના ગૃહ કાર્યાલયે કહ્યું કે, આ નિર્ણયથી લગભગ 3 લાખ લોકોને અસર થઈ શકે છે. નવો કાયદો લાગુ થયા બાદ અહીં આવનારા લોકો બ્રિટનના સ્કિલ્ડ વર્કર વિઝાનો ઉપયોગ નહીં કરી શકે.


adv

Related News

post
post
post
post
post
post
post