• Home
  • News
  • ડેટિંગ કન્ફર્મ કર્યા બાદ જ્હાન્વી અને શિખર પહેલીવાર સાથે જોવા મળ્યા
post

જ્હાન્વી કપૂરે અગાઉ શિખર પહાડિયા સાથેના તેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, આ કપલ ઘણીવાર લંચ અને ડિનર ડેટ પર સાથે જોવા મળતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 18:45:22

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી શિખર પહાડિયાને ડેટ કરી રહી હોવાની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. આ દરમિયાન કરણ જોહરે તેના ટોક શો કોફી વિથ કરણનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં જ્હાન્વી કપૂર તેની બહેન ખુશી કપૂર સાથે પહોંચી હતી. કોફી વિથ કરણ 8ના લેટેસ્ટ પ્રોમોમાં કરણે જ્હાન્વી કપૂરને પૂછ્યું હતું કે, "તમારી સ્પીડ-ડાયલ લિસ્ટમાં ત્રણ લોકોના નામ કહો." આ દરમિયાન જ્હાન્વીએ તરત જ જવાબ આપ્યો, "પાપા, ખુશુ અને શિકુ." જોકે, આ કહ્યા બાદ જ્હાન્વીને તરત જ ખ્યાલ આવી ગયો કે, તેણે ભૂલથી શિખર પહાડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.  આ શોમાં જ્હાન્વીએ શિખર સાથેના તેના સંબંધોને કન્ફર્મ કર્યું હતુ. આ કપલને લઇને વધુ એક અપડેટ સામે આવી છે. 

આ ક્લિપ વાયરલ થયા પછી, પ્રથમ વખત જ્હાન્વી અને શિખર બોની કપૂર, ખુશી કપૂર અને વેદાંગ રૈના સાથે જોવા મળ્યા હતા. 


આ વાયરલ વીડિયોમાં જ્હાન્વી કપૂર અને ખુશીને કેઝ્યુઅલ એથલીઝરમાં બિલ્ડિંગમાંથી બહાર નીકળતા જોઈ શકાય છે. તેમના પછી શિખર અને વેદાંગ પણ બહાર આવે છે. 

જ્હાન્વી કપૂરે અગાઉ શિખર પહાડિયા સાથેના તેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, આ કપલ ઘણીવાર લંચ અને ડિનર ડેટ પર સાથે જોવા મળતા હતા. આ રૂમી કપલ તાજેતરમાં જ ખુશી કપૂરની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યું હતું. તેઓએ માલદીવમાં સાથે રજાઓ પણ ગાણી હતી અને શિખર પણ જ્હાન્વીના કાકા અનિલ કપૂરની બર્થડે પાર્ટીમાં હાજર રહ્યો હતો.

જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ,એકટ્રેસ છેલ્લે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં મિસ્ટર એન્ડ મિસિસ માહી અને ઉલ્જનમાં જોવા મળશે. આ સિવાય જ્હાન્વી સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે દેવરામાં પણ જોવા મળશે.


adv

Related News

post
post
post
post
post
post
post