• Home
  • News
  • કોરોના પછી બેંગ્લુરુ, પૂણેના રિયલ એસ્ટેટ માર્કેટ જલદી બેઠા થશે
post

બેંગ્લુરુ અને પૂણેના હોમ બાયર્સે કોરોના મહામારી બાદ મકાન ખરીદવાનો ઇન્ટેન્શન જાળવી રાખ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 11:19:11

બેંગ્લુરુ: કોરોના મહામારીની દેશભરમાં રિયલ એસ્ટેટ સેક્ટર પર અસર થઇ છે. જોકે, મેજિકબ્રિક્સ કોવિડ-19 પ્રોપર્ટી બાયર્સ સેન્ટિમેન્ટ સરવે મુજબ બેંગ્લુરુ અને પૂણેના રિયલ એસ્ટેટ માર્કેટ્સના હોમ બાયર્સના સેન્ટિમેન્ટ પર કોરોના મહામારીની બહુ ઓછી અસર થશે. સરવેના તારણો મુજબ, કોરોના મહામારીની ટિઅર-1 શહેરોમાં બાઇંગ ઇન્ટેન્ટ પર હંગામી ધોરણે 80%થી વધુ અસર થઇ છે. અલબત્ત, બેંગ્લુરુ અને પૂણેના હોમ બાયર્સે કોરોના મહામારી બાદ મકાન ખરીદવાનો ઇન્ટેન્શન જાળવી રાખ્યો છે. 


લૉકડાઉન પહેલાં પણ થોડી મંદી જોવા મળી
સરવે એમ પણ જણાવે છે કે દિલ્હી-એનસીઆર અને મુંબઇના માર્કેટ્સ કે જ્યાં લૉકડાઉન પહેલાં પણ થોડી મંદી જોવા મળી રહી હતી ત્યાં કોરોના પછી પણ તેવી જ સ્થિતિ જળવાઇ રહેશે. મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પઇએ કહ્યું કે કોરોના અને તેના પરિણામરૂપ લૉકડાઉનની ભારતના રિયલ એસ્ટેટ માર્કેટ પર અસર થઇ છે પરંતુ અમારો સરવે દર્શાવે છે કે 67% હોમ બાયર્સ ભલે ઓછા બજેટ સાથે પણ પ્રોપર્ટી ખરીદવાનું ચોક્કસપણે વિચારી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post