• Home
  • News
  • બાળપણની ઇચ્છા પૂર્ણ:250 કલાક પ્લેન ઉડાવી વાપીના બે યુવક પાયલોટ બન્યા, અમેરિકમાં ત્રણ કેટેગરીમાં પાયલોટની ટ્રેનિંગ લીધી
post

વાપી ટાઉનનો અમય નાયક અમેરિકામાં તાલિમ લઇ ભારતમાં પ્લેન ઉડાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 10:14:49

કંઇક કરી છૂટવાની ભાવના સાથે અનેક સપના બાળકો બાળપણમાં જુએ છે.યુવાનવયે તેને પૂર્ણ કરવા અથાગ મહેનત કરતાં હોય છે.ત્યારે સફળતા મળે તો ગૌરવની અનુભૂતિ થતી હોય છે. આવા વાપીના બે યુવાનોએ નાનપણથી પ્લેન ઉડાવાના સપના બાળપણમાં જોયા હતાં. આજે જે પૂર્ણ થતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. વાપી ટાઉનના અમય નાયક તાજેતરમાં તથા વાપી ગુુંજનના કિષ્ના ચૌધરીએ અમેરિકામાં 250 કલાક પ્લેન ઉડાવી પાયલોટ બન્યાં છે.

વાપી ટાઉન સ્થિત નિલકમલ બંગલો અલ્કાપુરી સોસાયટીમાં રહેતાં અમય મનિષ નાયકે(ઉ.વ.20)ધો.12 સાયન્સ સુધીનો અભ્યાસ ચલા ગુરૂકૂળમાં કર્યો હતો.ત્યારબાદ તેમને બાળપણથી પાયલોટ બનવાના નિર્ણયના કારણે યુુએસએ (મીયાની)માં પ્લેન કેવી રીતે ઉડાવી શકાય તેની થિયરી સમજવાનો પ્રયાસ કર્યો હતો.આ થિયરીની સાથે ત્રણ-ચાર દિવસમાં પ્લેન ઉડાવાનું શરૂ કર્યુ હતું. અમેરિકમાં ત્રણ કેટેગરીમાં પાયલોટની ટ્રેનિંગ શરૂ કરી હતી.

સતત 250 કલાક પ્લેન ઉડાવી દોઢ વર્ષમાં ફેડરેલ ઇવેસ્કોન એડમિનિસ્ટ્રી (અમેરિકાની સરકાર માન્ય) દ્વારા એર લાયન્સ આપ્યુ હતું. હાલ જેઓ અમેરિકાથી વાપી પરત ફરી લાયન્સને કન્ટવર્ટ કરાવી પ્લેન ઉડા‌વશે. જયારે વાપી ગુંજન સિધ્ધી સોસાયટીમાં ખાતે રહેતાં કિષ્ના નંદકિશોર ચૌધરી (ઉ.વ.25)એ ધો.12 સુધી સેન્ટ ઝવેરિયર્સ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકમાં 250 કલાક પાયલોટની ટ્રેનિંગ મેળવી હતી.જેને લાયસન્સ મળ્યા બાદ ભારતમાં તેને કન્વર્ટ કર્યુ હતું.આજે ખાનગી એરલાઇન્સમાં પાયલોટ તરીકે સેવા બજાવી રહ્યો છે. વાપીના બંને યુવકોએ પાયલોટ સુધીની સફર પૂર્ણ કરી છે.

પ્રથમ વખત પ્લેન ઉડાવતાં ડર લાગ્યો હતો
તાજેતરમાં પાયલોટ બની વાપી આવેલાં અમય નાયકે જણાવ્યુ હતું કે પ્રથમ વખત પ્લેન ઉડાવતી વખતે થોડો ડર લાગ્યો હતો,ત્યારબાદ સતત પ્લેન ચલાવતાં ડર લાગ્યો ન હતો. એક સમયે 7 કલાક સુધી સતત પ્લેન ચલાવ્યુ હતું.જયારે ગુંજનના કિષ્નાકુમારના પિતા નંદકિશોર ચૌધરીએ જણાવ્યુ હતું કે મારા પુત્રને પહેલેથી પાયલોટ બનવાની ઇચ્છા હતી. દોઢ વર્ષથી ઇડિંગો એરલાઇન્સમાં પાયલોટ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post