• Home
  • News
  • પહેલી ટેસ્ટ હાર્યા બાદ ભારતનો અંગ્રેજો સામે વળતો પ્રહાર, સતત 4 ટેસ્ટમાં હરાવીને સિરીઝ પોતાના નામે કરી
post

ભારતે 2016 માં 5 ટેસ્ટની સીરીઝને 4-0 અને 201 માં 4 ટેસ્ટની સીરીઝને 3-1 થી પોતાના નામે કરી હતી. ભારત ગત વખતે ઇંગ્લેંડ વિરૂદ્ધ પોતાના ઘરમાં 2022-13 માં કોઇ ટેસ્ટ સીરીઝ હાર્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-09 14:59:28

ધર્મશાલા: ભારતે ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચોની સિરીઝને 4-1 થી જીતી લીધી છે. તેમણે ધર્મશાળામાં રમાયેલી સીરીઝના અંતિમ મુકાબલામાં ઇંગ્લિશ ટીમને ઇનિંગ અને 64 રનથી હરાવ્યું.ભારત માટે આ જીત એટલા માટે મહત્વની છે. કેમ કે પહેલી ટેસ્ટમાં ભારતનો કારમો પરાજય થયો હતો. જેના પછી ભારતે સતત ચાર મેચ જીતીને ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ જીતી લીધી. આ રીતે ટીમ ઈન્ડિયાએ અંગ્રેજો વિરૂદ્ધ જીતનો ચોગ્ગો ફટકર્યો. હૈદરાબાદમાં સીરીઝની પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ રોહિત શર્મા બ્રિગેડે જબરદસ્ત વાપસી કરી અને આગામી ચાર મેચ જીતી લીધી. ધર્મશાલામાં પોતાની 100મી ટેસ્ટ રમવા આવેલા અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવે પણ શાનદાર પ્રદર્શન કરતાં પહેલા દાવમાં 5 અને બીજા દાવમાં 3 વિકેટ ઝડપી હતી.

ભારતે જીતને હેટ્રિક લગાવી 
આ સાથે ટીમ ઈન્ડિયાએ અંગ્રેજો વિરુદ્ધ હોમ ગ્રાઉન્ડ પર સતત ત્રીજી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી છે. અગાઉ 2016માં તેણે 5 ટેસ્ટ શ્રેણી 4-0થી જીતી હતી અને 2021માં તેણે 4 ટેસ્ટ શ્રેણી 3-1થી જીતી હતી. છેલ્લી વખત ભારત ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 2012-13માં ટેસ્ટ શ્રેણી હારી ગયું હતું.

ભારત VS ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ
1. પહેલી ટેસ્ટ (હૈદરાબાદ) ઈંગ્લેન્ડ 28 રનથી જીત્યું

2. બીજી ટેસ્ટ (વિશાખાપટ્ટનમ) ભારત 106 રનથી જીત્યું

3. ત્રીજી ટેસ્ટ (રાજકોટ) ભારત 434 રનથી જીત્યું

4. ચોથી ટેસ્ટ (રાંચી) ભારત 5 વિકેટે જીત્યું

5. પાંચમી ટેસ્ટ (ધર્મશાલા) ભારત એક ઇનિંગ્સ અને 64 રનથી જીત્યું

 

adv

Related News

post
post
post
post
post
post
post