• Home
  • News
  • 'રોકેટ્રી'ની સફળતા બાદ માધવનને બીજી સફળતા મળી:દીકરા વેદાંતે સ્વિમિંગમાં જૂનિયર નેશનલ રેકોર્ડ તોડ્યો, ગોલ્ડ મેડલ જીત્યો
post

માધવને સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો છે. વીડિયો શૅર કરીને કહ્યું હતું, ક્યારેય ના પાડો નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-18 19:50:47

માધવન હાલમાં ફિલ્મ 'રોકેટ્રી ધ નામ્બી ઇફેક્ટ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલ કરી છે. હવે માધવનના દીકરાએ આ ખુશી બેવડી કરી દીધી છે. વેદાંતે 48મા જુનિયર નેશનલ એક્વૉટિક ચેમ્પિયનશિપમાં નેશનલ રેકોર્ડ તોડ્યો છે.

ક્યારેય ના પાડો નહીં: માધવન
માધવને સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો છે. વીડિયો શૅર કરીને કહ્યું હતું, ક્યારેય ના પાડો નહીં...1500 મીટર ફ્રીસ્ટાઇલ નેશનલ જુનિયર રેકોર્ડ વેદાંતે તોડ્યો છે. માધવને જે વીડિયો શૅર કર્યો છે, તેમાં વેદાંત સ્વિમિંગ કરે છે. આ દરમિયાન કમેન્ટેટર કહે છે કે લગભગ 16 મિનિટમાં વેદાંતે અદ્વૈત પેજના 780 મીટરના રેકોર્ડને તોડી નાખ્યો.

નેશનલ ચેમ્પિયનશિપમાં વેદાંતે 7 મેડલ્સ જીત્યા
વેદાંતે ગયા વર્ષે ઓક્ટોબરમાં જુનિયર નેશનલ એક્વૉટિક ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર માટે ટોટલ 7 મેડલ જીત્યા હતા. તેણે બેંગલુરુના બસવનગુડી અક્વૉટિક સેન્ટરમાં આયોજીત સ્વમિંગ ચેમ્પિયનશિપમાં ચાર સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા હતા. વેદાંતે 800 મીટર ફ્રીસ્ટાઇલ, 1500 મીટર ફ્રીસ્ટાઇલ, 4*100 મીટર ફ્રીસ્ટાઇલ તથા 4*200 મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ રિલે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

100 મીટર, 200 મીટર તથા 400 મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. માધવને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી અને સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.

પેરેન્ટ્સે મારા માટે ઘણો જ ત્યાગ કર્યો છેઃ વેદાંત
થોડાં દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં વેદાંતે કહ્યું હતું, 'હું મારા પપ્પાનો શેડો બનવા માગતો નહોતો. હું મારું પોતાનું નામ બનાવવા માગતો હતો. હું માત્ર માધવનનો દીકરો બનીને રહેવા માગતો નહોતો. મારા પેરેન્ટ્સે મારા માટે ઘણાં અફર્ટ્સ કર્યા છે. તે હંમેશાં મારું ધ્યાન રાખે છે. બંને ઘણી જ મહેનત કરે છે. મારા પેરેન્ટ્સે મારા માટે ઘણો જ ત્યાગ કર્યો છે. દુબઈમાં શિફ્ટ થવું તેમાંથી એક છે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post