• Home
  • News
  • છેડતી પછી પોલીસ પાસે ગયા, હાર્દિકે રોકી કહ્યું કઈ નહીં વળે, પાછા આવ્યા: પત્ની
post

પોલીસે 7 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, રાહુલ અને જીગો નામન છેડતી પછી પોલીસ પાસે ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 09:08:33

સુરતઃ સૂર્યા મરાઠીની હત્યા કેસમાં પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમાં પોલીસે બે આરોપીઓને ડિટેઇન કર્યા હોવાની માહિતી મળી છે. જોકે પોલીસે કોઈની પણ ધરપકડ કરી હોવાની વાત કરી છે. બેમાં એક રાહુલ અને બીજો જીગો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ડબલ મર્ડર કેસ મુદ્દે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કેઆરોપીઓની ઓળખ થઈ ગઈ છે, ટૂંક સમયમાં હત્યારાઓને પકડી લેવામાં આવશે.’

હાર્દિકે રૂપિયા મામલે બબાલ કરી
ખાસ કરીને સૂર્યા જે બિલ્ડર માટે કામ કરતો હતો તે બિલ્ડર સાથે હાર્દિકે રૂપિયા મુદ્દે બબાલ કરી હતી. તે બિલ્ડરનું એક પોલિટિકલ લીડર સાથે કનેક્શન હતું. ઘટના બાદ તે પોલિટિકલ લીડર પણ ચર્ચામાં આવી ગયો છે. ઉપરાંત સિંગણપોર વિસ્તારની એક જમીન કે જેના પર સૂર્યાની નજર હતી તે જમીન સૂર્યાની ગેરહાજરીમાં હાર્દિકની પણ નજર હતી. હાર્દિક પોતે સૂર્યા માટે કામ કરતો હતો. જ્યારે સૂર્યા પર હુમલો થયો ત્યારે અલગ-અલગ ગેંગ માટે કામ કરતા સાગરિતોએ હત્યા કરવામાં હાર્દિકની મદદ કરી હોવાની ચર્ચા પણ ફેલાઈ હતી. હાર્દિતની પત્ની નયનાએ જણાવ્યુ હતું કેમારી છેડતી થતાં અમે ચોક બજાર પોલીસ સ્ટેશન ગયા હતાં, પણ હાર્દિકે ફરિયાદની ના પાડી હતી.’

નવરાત્રિ સમયે સૂર્યાએ પંટરો મોકલીને ધમકી આપી તોડફોડ કરી હતી
હાર્દિકની પત્ની નયનાએ કહ્યુ કેનવરાત્રિમાં સૂર્યાએ મારી છેડતી કરી હતી. ત્યાર બાદ હાર્દિક અને સૂર્યા વચ્ચે દુશ્મનાવટ થઈ હતી. ત્યારે અમે વિશ્રામનગરમાં રહેતા હતા. તે સમયે સૂર્યાએ તેના પંટરો મોકલ્યા હતા. પંટરોએ ધમકી આપી અને તોડફોડ કરવાની કોશિષ પણ કરી હતી. ત્યારે ધમકી આપી હતી કે હાર્દિકને સરખો રહેવાનું કહેજે. મારી છેડતી થતાં અમે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ફરિયાદની વાતચીત ચાલતી હતી ત્યારે હાર્દિકે કહ્યું કેફરિયાદથી કઈ વળશે નહીં એટલે અમે ફરિયાદ નોંધાવી હતી.’

 

adv

Related News

post
post
post
post
post
post
post