• Home
  • News
  • હરિયાણા સરકારની મોટી તૈયારી ​​​​:યોગી આદિત્યનાથ બાદ ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું- લવ જેહાદ સામે કાયદો ઘડવા વિચારણા કરી રહ્યા છીએ
post

ફરીદાબાદના વલ્લભગઢમાં 26 ઓક્ટોબરના રોજ પેપર આપી પરત ફરતી વિદ્યાર્થીની નિકિતાની તૌસીફ નામના યુવકે હત્યા કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 12:11:27

નિકિતા હત્યાકાંડ બાદ હવે હરિયાણા સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડવા જઈ રહી છે. ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું છે કે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્યમાં લવ જેહાદ સામે કાયદો બનાવવાની જાહેરાત કરી હતી.

અનિલ વિજે સ્પષ્ટ રીતે એ વાત તરફ ઈશારો કર્યો હતો કે હરિયાણા પણ લવ જેહાદ સામે કાયદો બનાવવા વિચારણા કરી રહ્યું છે. ટૂંક સમયમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે. લવ જેહાદ સામે યોગી આદિત્યનાથના નિવેદન અંગે વિજે કહ્યું કે યોગી આદિત્યનાથ હંમેશા સત્ય બોલે છે અને આ લવ જેહાદને કાયદાકીય રીતે નિયંત્રિત કરી શકાય છે.

ગઈકાલે UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશમાં લવ જેહાદ સામે કાયદો ઘડવાની જાહેરાત કરી હતી. CMએ કહ્યું કે આ રીતે કોર્ટના આદેશનું પાલન કરી શકાશે અને બહેન-દિકરીઓનું સન્માન પણ થશે. આ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે ફક્ત લગ્ન માટે ધર્માંતરણ માન્ય નથી. ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશમાં નવો કાયદો ઘડવાની જાહેરાત કરી હતી. આ જ પ્રકારનો નિર્ણય હરિયાણા સરકાર પણ કરવા જઈ રહી છે.

બીજીબાજુ કરનાલના કર્ણ સ્ટેડિયમમાં હરિયાણા દિવસ સમારંભમાં ભાગ લેવા પહોંચેલા CM મનોહર લાલે આ વાતનો સ્વીકાર કર્યો હતો. મનોહર લાલે કહ્યું કે વલ્લભગઢ હત્યા કેસ લવ જેહાદ સાથે સંકળાયેલ છે. માટે કેન્દ્ર સાથે રાજ્ય સરકાર પણ તેને ગંભીરતાથી લઈ રહી છે. સરકાર કાયદાકીય જોગવાઈ અંગે વિચારણા કરી રહી છે. જેથી દોષિતો બચી શકે નહીં અને કોઈ નિર્દોષને સજા ન થાય.

આ ઘટના બની હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ફરીદાબાદમાં સોમવારે 26 ઓક્ટોબરના રોજ બે બદમાશોએ પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલી B.com ફાઈનલ વર્ષની વિદ્યાર્થીની નિકિતા તોમરની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. હત્યાને લગતી આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે યુવકો વિદ્યાર્થીનીને બળજબરીપૂર્વક ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે તેઓ સફળ ન થયા તો તેમણે નિકિતાને ગોળી મારી દીધી હતી. આ રોપીનું નામ તૌસીફ હતું અને તે નિકિતા તોમરનું ધર્માંતરણ કરી લગ્ન કરવા દબાણ કરતો હતો. પરિવાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે નૂહના કોંગ્રેસ ધારાસભ્ય અહેમદનો પિત્રાઈ ભાઈ તૌસીફ નિકિતા સાથે બળજબરીપૂર્વક લગ્ન કરવા તથા ધર્મ પરિવર્તન કરાવવા માંગતો હતો. વર્ષ 2018માં અપહરણ કર્યા બાદ ધરપકડનો બદલો લેવા માંગતો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post