• Home
  • News
  • લદાખમાં તણાવ ઘટશે:ભારત અને ચીન ત્રણ દિવસ સુધી દરરોજ 30% સૈનિકોને પરત બોલાવશે, પેંગોન્ગથી ત્રણ તબક્કામાં થશે સેનાની વાપસી
post

6 નવેમ્બરના રોજ ચુશૂલમાં કમાન્ડર લેવલની વાતચીતમાં આ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 09:48:37

LAC પર છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે સંમતિ થઈ છે. બંને દેશ પૂર્વી લદાખના પેંગોન્ગ તળાવ વિસ્તારમાથી સેનાને હટાવવા બાબતે રાજી થઈ ગયા છે. સમજૂતી પ્રમાણે બંને દેશના સૈનિકો આ વર્ષે એપ્રિલ-મેમાં તહેનાત કરાયેલી જગ્યા પર પરત ફરશે.

ગલવાન ઘાટીમાં 15 જૂને સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશે પોતાના હજારો જવાનો આમને-સામને તહેનાત કરી દીધા હતા. આ અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા હતા. હવે બંને દેશે આ બાબતને ઉકેલવાની આશા વ્યક્ત કરી છે. 6 નવેમ્બરે ચુશૂલમાં કમાન્ડર લેવલની વાતચીતમાં આ બાબતે ચર્ચા થઈ હતી. ભારતની તરફથી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન બ્રિગેડિયર ઘઈ આ વાતચીતમાં સામેલ રહ્યા હતા.

પહેલાં ટેન્ક, પછી સેના પાછળ હટશે
1.
સૂત્રો મુજબ, એક સપ્તાહ સુધી ચાલેલી વાતચીત બાદ નક્કી થયું કે આ મૂવમેંટ ત્રણ તબક્કામાં પૂરી કરવામાં આવી. એ પ્રમાણે પ્રથમ તબક્કામાં ટેન્કો, બખ્તરબંધ વાહનો અને સૈનિકોને સરહદથી એક નક્કી કરાયેલી જગ્યા પર પરત લઈ જવામાં આવશે. વાતચીતમાં થયેલી સમજૂતી મુજબ, ટેન્ક અને સૈનિકોને એક દિવસમાં હટાવવામાં આવશે.

2. બીજા તબક્કામાં પેંગોન્ગ લેકના નોર્દર્ન બેન્કની પાસેથી બંને પક્ષના ત્રણ દિવસ સુધી દરરોજ લગભગ 30% સૈનિકોને પરત બોલાવવાના રહેશે. આ પછી ભારતીય સૈનિકો પોતાના એડમિનિસ્ટ્રેટિવ ધનસિંહ થાપા પોસ્ટની નજીક આવી જશે. જ્યારે ચીને પિલ્લર 8ની પોતાની પહેલાવાળી સ્થિતિમાં પરત ફરવા માટે સંમત થયું હતું.

3. ત્રીજા અને અંતિમ તબક્કામાં બંને પક્ષોએ પેંગોન્ગ તળાવ વિસ્તારના દક્ષિણ કાંઠાની બાજુએ ચુશૂલ અને રેજાંગ લાની આસપાસ ઊંચાઈવાળા વિસ્તારમાં પોતાની તહેનાતીવાળી જગ્યા ખાલી કરવાની હતી.

પરત ફરવાનું મોનિટરિંગ કરશે બંને દેશ
બંને દેશ પરત ફરવાની આ કવાયત પર મોનિટરિંગ કરવા માટે એક સંયુક્ત મિકેનિઝમ બનાવવા બાબતે પણ સંમતિ આપી છે, જેમાં પરસ્પર વાતચીતની સાથે નિરીક્ષણ માટે માનવરહિત એરિયલ વાહનનો ઉપયોગ (UAV) કરવાનું પણ સામેલ છે.

સમજૂતી છતાં પણ ભારત સતર્ક
ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી ભારતીય પક્ષ આ મુદ્દે ખૂબ કાળજીપૂર્વક આગળ વધી રહ્યું છે. આ ઘટના બાદ ચીન પરનો વિશ્વાસ ઘટી ગયો છે. આ જ કારણ છે ભારતે આ વિસ્તારમાં 60 હજારથી વધુ સૈનિકોને તહેનાત કર્યા હતા. આ સાથે શિયાળાની ઋતુમાં લાંબી તહેનાતી માટે પણ તૈયારીઓ કરી લીધી હતી.

આવી રીતે થઈ હતી વિવાદની શરૂઆત

·         5 મેના રોજ પૂર્વી લદાખમાં બંને દેશના 200 સૈનિકો આમને-સામને આવી ગયા હતા.

·         9 મેના રોજ ઉત્તર સિક્કિમમાં 150 સૈનિક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.

·         9 મેના રોજ લદાખમાં ચીને LAC પર હેલિકોપ્ટર મોકલ્યાં.

·         ભારત- ચીનના સૈનિકો વચ્ચે 15 જૂને ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post