• Home
  • News
  • ધૂમ્રપાન ન કરનારા લોકોમાં કેન્સરની ઓળખ કરશે AI ડિવાઈસ, જાણો કેવી રીતે
post

ડીપ લર્નિંગ એક ઉત્તમ પ્રકારનું AI છે જેનાથી બીમારી સાથે સબંધિત પેટર્ન શોધવા માટે એક્સ-રેની તપાસ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-28 18:25:40

કેન્સરથી થતાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાનું કેન્સર છે. લગભગ 10-20% ફેફસાનું કેન્સર ધૂમ્રપાન ન કરનારા લોકોને છે. જેમણે ક્યારેય સિગારેટ નથી પીધી અથવા તો પોતાના જીવન દરમિયાન 100થી ઓછી સિગારેટ પીધી છે. રિસર્ચમાં સંશોધકોએ આ પરીક્ષણ કરીને ધૂમ્રપાન ન કરનારાઓમાં ફેફસાના કેન્સરને શોધવાનો પ્રયાસ કર્યો છે. AI દ્વારા આ શક્ય બન્યું છે. આ ડિવાઈસ ઈલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડમાંથી છાતીના એક્સ-રેના આધાર પર ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓના ફેફસાના કેન્સરને ઓળખી શકે છે.

એક્સ-રેની કરશે તપાસ

ડીપ લર્નિંગ એક ઉત્તમ પ્રકારનું AI છે જેનાથી બીમારી સાથે સબંધિત પેટર્ન શોધવા માટે એક્સ-રેની તપાસ કરવામાં આવશે. આ પરીક્ષણ માટે માત્ર એક્સ-રેની જરૂર પડશે, જે છાતીની સૌથી સામાન્ય તપાસમાંથી એક છે. 

આવી રીતે તૈયાર થયુ ઈનપુટ

સીએક્સઆર-લંગ-રિસ્ક મોડલ ઈનપુટ તરીકે એક ચેસ્ટ એક્સ-રે છબીના આધાર પર ફેફસા સાથે સંબંધિત મૃત્યુ દર જોખમ વિશે માહિતી મેળવશે. તેને 40,643 ધૂમ્રપાન કરનારા અને ક્યારેક ધૂમ્રપાન ન કરનારા 1,47,497 ચેસ્ટ એક્સ-રેનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યુ હતુ. સામાન્ય શબ્દોમાં આ એઆઈ ડિવાઈસ ઈલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડમાં હાજર ચેસ્‍ટ એક્સ-રેનો ઉપયોગ કરીને ક્યારેય પણ ધૂમ્રપાન ન કરનારા લોકો માટે ફેફસાના કેન્સરના ઉચ્ચ જોખમનું સ્ક્રિનિંગ કરી શકશે. 



adv

Related News

post
post
post
post
post
post
post