• Home
  • News
  • તમિલનાડુમાં AIADMK અને BJP અલગ થયા, ડી જયકુમારે કહ્યું- ચૂંટણી સમયે ગઠબંધન અંગે નિર્ણય લઈશું
post

અન્નામલાઈ પહેલા પણ અમારા નેતા જયલલિતાની ટીકા કરી ચૂક્યા છે- ડી જયકુમાર

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-18 18:11:33

ભાજપ અને AIADMK તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. AIADMKના નેતા ડી જયકુમારે જણાવ્યું હતું કે ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી. ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશે. આ મારો અંગત અભિપ્રાય નથી. આ અમારી પાર્ટીનું સ્ટેન્ડ છે.


અન્નામલાઈ જયલલિતાની ટીકા કરી ચૂક્યા છે

ડી જયકુમારે કહ્યું હતું કે, 'તમિલનાડુમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ AIADMK સાથે ગઠબંધન કરવા ઇચ્છતા નથી. જો કે ભાજપના કાર્યકરો એવું ઈચ્છે છે. અન્નામલાઈ અમારા નેતાઓ વિરુદ્ધ નિવેદન આપી રાહ્યા છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવા લાયક નથી. અમે અમારા નેતાઓ પર સતત ટીકા સ્વીકાર કરીશું નહી. અન્નામલાઈ પહેલા પણ અમારા નેતા જયલલિતાની ટીકા કરી ચૂક્યા છે. તે સમયે અમે તેમન વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. તેઓએ આ રોકાવું જોઈતું હતું. તેઓ અન્ના, પેરિયાર અને મહાસચિવની ટીકા કરી રહ્યા છે અને કોઈપણ કેડર આ સ્વીકારશે નહીં. આવનારા સમયમાં અમને ચુંટણીના મેદાનમાં કામ કરવાનું છે તેથી કોઈપણ વિકલ્પ વિના અમે તેની જાહેરાત કરી છે.

ભાજપ અમારા લીધે ઓળખાય છે

જયકુમારે વધુમાં કહ્યું હતું કે, 'આ નિર્ણયથી અમને કોઈ અસર થશે નહીં. અમને અમારી જીતનો વિશ્વાસ છે. ભાજપ અહિયાં પગ નથી મૂકી શકતી. ભાજપ તેની વોટ બેંક જાણે છે. તેઓ અમારા લીધે ઓળખાય છે.' ડી જયકુમારે એ વાત વધુ પર ભાર મૂક્યો હતો કે AIADMK અને ભાજપ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને ભાજપ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે તેના છેલ્લા ગઢ કર્ણાટકને ગુમાવ્યા પછી દક્ષિણના રાજ્યો પર પકડ મેળવવા માટે માર્ગો શોધી રહી છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post