• Home
  • News
  • અમેરિકામાં વિમાન સેવા બંધ:કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતા તમામ ફ્લાઈટ્સ કેન્સલ, વ્હાઇટ હાઉસે કહ્યું- આતંકી એટેક નહીં, બાઈડને રિપોર્ટ માગ્યો
post

NOTAM અથવા નોટિસ ટુ એર મિશન વાસ્તવમાં સમગ્ર ફ્લાઇટ ઓપરેશનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 18:48:44

NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમમાં ખામીને કારણે બુધવારે USમાં તમામ ફ્લાઇટ્સ ઠપ થઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, લગભગ 760 ફ્લાઇટ્સ કાં તો મોડી ચાલી રહી છે અથવા તો તેને ગ્રાઉન્ડ કરવામાં આવી છે. સિવિલ એવિએશનની વેબસાઈટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

એજન્સીએ શું કહ્યું
ફેડરલ એવિએશન એજન્સીએ એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમ 'ફેલ' થઈ ગઈ છે. તે ક્યારે ઠીક થશે તે અમે કહી શકતા નથી. જો કે તેને જલદી ઠીક કરવાના પ્રયાસો ચાલુ છે.

MBC ન્યૂઝ અનુસાર, લગભગ 400 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમાં સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. અમેરિકન સમય અનુસાર આ ટેક્નિકલ ખામી સવારે લગભગ 5.31 વાગ્યે સામે આવી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આનું કારણ શું છે. એવિએશનની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે - ટેક્નિકલ સ્ટાફ સિસ્ટમ રિપેર કરવામાં લાગેલું છે.

સ્કાય ન્યૂઝ અનુસાર-અત્યાર સુધીમાં કુલ 760 ફ્લાઈટ્સ કેન્સલ અથવા મોડી થઈ છે. ફ્લાઈટ ટ્રેકર FlightAware.com અનુસાર-91 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. FAAએ એક નવા નિવેદનમાં કહ્યું- આ કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે થયું છે. ખામી મળે ફ્લાઇટ ઓપરેશન જલદીથી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

NOTAM અથવા નોટિસ ટુ એર મિશન વાસ્તવમાં સમગ્ર ફ્લાઇટ ઓપરેશનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેના દ્વારા જ ફ્લાઈટ્સની ટેકઓફ કે લેન્ડિંગની માહિતી મળે છે. NOTAM વાસ્તવિક સમયનો ડેટા લે છે અને તેને એરપોર્ટ ઓપરેશન્સ અથવા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આપે છે. આ પછી એટીસી તેને પાઇલટ્સ સુધી પહોંચાડે છે. આ સિસ્ટમ દ્વારા કુદરતી આફતો અને અન્ય સમસ્યાઓ પર પણ નજર રાખવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post