• Home
  • News
  • અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની લીડ એક્ટ્રેસ માનુષી છિલ્લરની પહેલી ઝલક સામે આવી
post

આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 11:07:24

મુંબઈઃ અક્ષય કુમાર તથા માનુષી છિલ્લર યશરાજ બેનરની ફિલ્મપૃથ્વીરાજમાં સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં માનુષીએ સંયોગીતાની ભૂમિકા ભજવી છે અને હવે સંયોગીતાની પહેલી ઝલક સામે આવી છે. લીડ એક્ટ્રેસ તથા પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે મેકઅપ રૂમમાં તસવીર લીધી હતી અને તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ તથા સંયોગીતાની લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

 

ફિલ્મની સ્ટાર-કાસ્ટ
મોહમ્મદ ઘોરીના રોલમાં માનવ વિજ છે. ફિલ્મમાં પૃથ્વીરાજના પરાક્રમો ઉપરાંત થોડો લવ એન્ગલ પણ બતાવવામાં આવશે, જેમાં પૃથ્વીરાજ તથા કન્નૌજની રાજકુમારી સંયોગીતા વચ્ચેની લવ સ્ટોરી બતાવવામાં આવશે. વાતને પૃથ્વીરાજના દરબારના કવિ ચંદબરદાઈએ પોતાના મહાકાવ્યપૃથ્વીરાજ રાસોમાં લખી હતી.

ઈતિહાસમાં ચાર પત્નીઓ હોવાનો ઉલ્લેખ
ઈતિહાસની વાત કરીએ તો પૃથ્વીરાજને ચાર પત્નીઓ હતી. જોકે, ફિલ્મમાં માત્ર બેની વાત કરવામાં આવશે. પ્રથમ પત્ની સંયોગીતા બતાવવામાં આવશે. બીજી પત્નીના પાત્ર માટે ટીવી એક્ટ્રેસની પસંદગી કરવામાં આવશે. રોલ માત્ર ચારથી પાંચ સીનનો હશે.

 

દિવાળી પર ફિલ્મ રિલીઝ થશે
ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મને ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મમાં આશુતોષ રાણા તથા સોનુ સુદ પણ જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post