• Home
  • News
  • અનેક ભાષામાં લોકપ્રિય ગીતો ગાનાર જાણીતા સિંગર અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાયા
post

હિંદી ફિલ્મોમાં અનેક ગીતને સુમધુર અવાજ આપનાર સિંગર રાજનીતિ કરતા જોવા મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-16 15:42:23

નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીમાં ભરતીમેળો ચાલી રહ્યો છે. જેમાં બોલીવુડના જાણીતા સિંગર અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાઈ ગયા. દિલ્લીમાં આવેલી ભાજપ ઓફિસ પહોંચ્યા અને પાર્ટીમાં જોડાઈ ગયા. ભાજપમાં જોડાયા બાદ સિંગર અનુરાધા પૌડવાલે કહ્યું કે, “મને ખુશી છે કે આજે હું એવા લોકો સાથે જોડાઈ રહી છું જેમનો સનાતન સાથે ઊંડો સંબંધ છે. મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભક્તિ ગીતો પણ ગાયા છે. રામલલાની સ્થાપના થઈ ત્યારે મને ત્યાં ગાવાનો મોકો મળ્યો, એ મારું સૌભાગ્ય છે.”


કોણ છે અનુરાધા પૌડવાલ?

અનુરાધા પૌડવાલ લગભગ 70 વર્ષના છે. તેમના લગ્ન 1969માં અરુણ પૌડવાલ સાથે થયા હતા, જેઓ એસડી બર્મનના સહાયક અને સંગીતકાર હતા. અનુરાધા પૌડવાલને બે બાળકો છે, એક પુત્ર આદિત્ય પૌડવાલ અને એક પુત્રી કવિતા પૌડવાલ. તેના પતિનું 1991માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

વર્ષ 1973માં કરી હતી કરિયરની શરૂઆત

અનુરાધા પૌડવાલનો જન્મ 27 ઓક્ટોબર, 1952ના રોજ કર્ણાટકમાં કોંકણી પરિવારમાં થયો હતો. તેમણે વર્ષ 1973માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પ્રથમ વખત તેમણે અભિમાન ફિલ્મમાં એક સંસ્કૃત શ્લોક ગાયું હતું. વર્ષ 1973માં તેમણે યશોદા સાથે મરાઠી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કર્યું હતું. એક વર્ષ પછી તેમણે બિન-ફિલ્મી મરાઠી ગીતોનો રેકોર્ડ બહાર પાડ્યો, જે ઘણીવાર "ભવ ગીતેન" તરીકે ઓળખાય છે, જે અત્યંત લોકપ્રિય બન્યો હતો. વર્ષ 1984માં તેમને ફિલ્મ 'હીરો' માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.