• Home
  • News
  • એકબીજાના થયા રકુલ પ્રીત સિંહ અને જૈકી ભગનાની, ગોવામાં રીતિ-રિવાજથી થયા લગ્ન
post

રકુલ પ્રીત સિંહ શીખ હોવાથી આ શીખ રિવાજથી તેમજ જેકી સિંધી હોવાથી સિંધી રીતિ-રિવાજ પ્રમાણે પણ લગ્ન કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 18:06:59

જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ ત્રણ વરસ ડેટ કરીને હવે આજે ​​બુધવારે લગ્ન કર્યા છે. આ યુગલની લવસ્ટોરીની શરૂઆત લોકડાઉનમાં થઇ હતી. તેમની ઓળખાણ એક કોમન મિત્ર દ્વારા થઇ હતી. આ પછી તેમની મુલાકાતો વધતી ગઇ હતી. 2021માં જેકીએ સોશયલ મીડિયા પર પોતાના પ્રેમનો એકરાર પણ કરી લીધો હતો. રકુલ પ્રીતે પોતાના જન્મદિવસે જૈકી સાથેની એક તસવીર  શેર કરીને પોતાના દિલની વાત કરી હતી. 

ગોવામાં આનંદ કારજ રિવાજ મુજબ લગ્ન કર્યા

બોલિવૂડમાં આ ફેમસ કપલે બુધવારે શીખ રીતિ-રિવાજથી આનંદ કારજ કર્યા બાદ મુજબ ગોવામાં લગ્ન બંધને બંધાયા છે. રકુલ પ્રીત સિંહ શીખ હોવાથી આ શીખ રિવાજથી તેમજ જેકી સિંધી હોવાથી સિંધી રીતિ-રિવાજ પ્રમાણે પણ લગ્ન કર્યા છે. તેમની પ્રી-વેડિંગ સેરેમની પણ ગોવામાં યોજાઈ હતી, જેના માટે બંને ત્રણ દિવસ પહેલા જ ગોવા પહોંચી ગયા હતા. 

ભવ્ય રિસેપ્શનનું કરશે આયોજન 

આ લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને આદિત્ય-અનન્યા, શાહિદ કપૂર-મીરા રાજપૂત, વરુણ ધવન-નતાશા દલાલ, શિલ્પા શેટ્ટી, અર્જુન કપૂર, ડેવિડ ધવન, ભૂમિ પેડનેકર, એશા દેઓલ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. ગોવામાં લગ્ન કર્યા બાદ આ કપલ બોલિવૂડ સેલેબ્સ માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post