• Home
  • News
  • એલન મસ્કે કહ્યું- હવે હેડફોનની જરૂર નહીં, નવી બ્રેઈનચિપથી સંગીત સીધું મગજ સુધી પહોંચશે, ડિપ્રેશનમાંથી પણ છુટકારો અપાવશે
post

કોમ્પ્યુટરને મગજની સાથે જોડતી ટેકનિક પર ટેસ્લાના સીઈઓ 28 ઓગસ્ટે ખુલાસો કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-22 12:15:07

ન્યૂયોર્ક: વિશ્વની વિખ્યાત કંપનીમાંની એક ટેસ્લાના સીઈઓ એલન મસ્કની ન્યૂરોલિન્ક બ્રેઈન ઈમ્પ્લાન્ટ ટેકનિક સફળ થઈ જશે તો વિશ્વમાંથી હેડફોન જેવી ચીજ ખતમ થઈ જશે. એલન મસ્ક એક પ્રોજેક્ટને ફંડંગિ આપી રહ્યા છે. જેનું નામ છે- ન્યૂરોલિન્ક. આ પ્રોજેક્ટ હેઠળ એક એવું કોમ્પ્યુટર બનાવી રહ્યું છે. જે એક નાની ચીપ બરાબર છે. તેને માણસના મગજમાં ઈમ્પ્લાન્ટ કરાશે. 

જાણીતા કોમ્પ્યુટર વિજ્ઞાની ઓસ્ટિન હોવર્ડ સાથે ટ્વિટર પર વાતચીત દરમિયાન મસ્કે દાવો કર્યો કે કંપની દ્વારા બનાવાયેલું આ ડિવાઈસ સંગીતને સીધું જ મગજ સુધી પહોંચાડશે. આ ડિવાઈસ કોઈપણ પ્રકારની લત અને ડિપ્રેશનમાંથી પણ છૂટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થશે. એક ઈંચની આ ચીપને સર્જરી કરી ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. 28 ઓગસ્ટે કંપનીના એક સમારંભમાં તેને લોન્ચ કરાય તેવી શક્યતા છે. એલન મસ્કે 2016માં ન્યૂરોલિન્ક નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ હેઠળ બારીક અને ફ્લેક્સિબલ થ્રેડ ડિઝાઈન કરાયા છે. જે માણસના વાળની તુલનાએ 10 ઘણા પાતળા છે અને તેને સીધા જ મગજમાં ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. આ ચીપ હજાર માઈક્રોસ્કોપિક થ્રેડમાંથી પસાર થાય છે. 

મસ્કે દાવો કર્યો છે કે આ બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેકનોલોજીની મદદથી અનેક પ્રકારની ન્યૂરોલોજિકલ બીમારીની સારવાર પણ આસાનીથી કરી શકાશે. સાથે જ આ ડિવાઈસ લકવાગ્રસ્ત અને કરોડરજ્જુની ઈજાની સારવાર માટે વરદાનરૂપ સાબિત થશે. 

ટ્વિટર યૂઝર પ્રણય પથોલે પૂછ્યું કે શું ન્યૂરોલિન્કનો ઉપયોગ મગજના એવા હિસ્સાને ફરી જીવંત કરી શકશે કે જે કોઈપણ પ્રકારના વ્યસન કે ડિપ્રેશન પેદા કરવા માટે જવાબદાર હોય છે ત્યારે મસ્કે કહ્યું કે- હા, બિલકુલ. આ સાથે જ આ ટેકનિકનો અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી બીમારીથી પીડાતા લોકોના જીવનને બહેતર બનાવવામાં પણ ઉપયોગ કરી શકાશે. વાનર અને ઉંદર પર સફળ પરીક્ષણ પછી કંપની માનવ પરીક્ષણના અંતિમ તબક્કામાં છે.

કાનની પાછળ ચીપ કનેક્ટ થશે, સ્માર્ટફોન પર જાણકારી લઈ શકાશે
ન્યૂરોલિન્ક ટેકનોલોજી માણસના મગજમાં અલ્ટ્રાથીન થ્રેડ દ્વારા ઈલેક્ટ્રોડ્સ ઈમ્પ્લાન્ટ કરવા સંબંધિત છે. તે માણસના મગજની સ્કીનમાં ચીપ અને થ્રેડ દ્વારા કનેક્ટ હશે. આ ચીપ રિમુવેબલ પોર્ડ દ્વારા લિન્ક હશે. જેને કાનની પાછળ ફિટ કરી શકાશે અને તાર વિનાના બીજા ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાશે. તેના દ્વારા મગજની અંદરની જાણકારી સીધી સ્માર્ટફોન કે પછી કોમ્પ્યુટરમાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post