• Home
  • News
  • RRKPKમાં આલિયાએ સાડી પહેરવા પર કરને આપ્યો જવાબ:કહ્યું, 'આધુનિકતાને કપડાં સાથે કોઈ લેવા-દેવા નથી' તો આલિયાની સક્સેસ વિશે પણ કહી દીધી આ વાત
post

બંનેએ બીજી વખત 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં સાથે કામ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-03 19:17:59

આજકાલ દરેક જગ્યાએ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની ચર્ચા થઇ રહી છે. રિલીઝ થયા બાદથી જ દર્શકો આ ફિલ્મને સારો પ્રતિસાદ આપી રહ્યાં છે. રાની એટલે કે આલિયાનો રોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. ફિલ્મના લગભગ દરેક સીનમાં આલિયાની સાડીઓ આકર્ષણનું કેન્દ્ર રહી છે. હાલમાં જ મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડિરેક્ટર કરન જોહરે જણાવ્યું કે, આલિયાએ આખી ફિલ્મમાં માત્ર સાડી જ કેમ પહેરી હતી?

હાલમાં જ કરનને પૂછવામાં આવ્યું કે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રાની એટલે કે આલિયાને આધુનિક મહિલા તરીકે બતાવવામાં આવી છે. આમ છતાં તે લગભગ આખી ફિલ્મમાં શા માટે સાડી પહેરે છે. તેના પર કરને કહ્યું કે, આધુનિક હોવાને કપડાં સાથે કોઈ જ લેવા-દેવા નથી.

'આધુનિકતાને કપડાં સાથે કોઈ લેવા-દેવા નથી' : કરન
'
બોલિવૂડ હંગામા' સાથેની વાતચીત દરમિયાન કરને કહ્યું કે, સાડી એ આપણી સંસ્કૃતિની સૌથી મોટી ભેટ છે. તેમણે કહ્યું, શા માટે આપણે આધુનિકતાને પશ્ચિમી વસ્ત્રો સાથે જોડીએ છીએ? હું એવી ઘણી સ્ત્રીઓને મળ્યો છું જેઓ ખૂબ જ સુંદર રીતે સાડી પહેરે છે અને તેઓ પણ એટલી જ પ્રગતિશીલ છે. તે બુદ્ધિશાળી અને સુશિક્ષિત પણ છે, તે ભારત અને વિદેશમાં પ્રવાસ કરે છે, તે સારી રીતે બોલે છે. આ બધાની સાથે તે સાડી પણ પહેરે છે. આપણે આધુનિકતા અને પ્રગતિને કપડાં સાથે સાંકળીએ છીએ એટલું જ છે.

ફિલ્મમાં રાનીનું પાત્ર એક એવી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યું છે જેમણે અમેરિકાથી પોતાનું ભણતર પૂરું કર્યું છે. જે તેની દાદી અને માતા સાથે ઉછરી છે. જેની તેમના મન ઉપર ઊંડી અસર પડી છે.

કરને બીજી વખત આલિયા સાથે કામ કર્યું
આલિયા અને રાની વચ્ચેની સમાનતા વિશે વાત કરતા કરને કહ્યું હતું કે આલિયા એક મહિલા તરીકે રાની જેવી જ છે. તેણે બહુ જ જલદી રાનીના રોલને ઓળખી લીધો હતો અને તેથી તે ખૂબ જ ઉત્સાહ અને સમાનતા સાથે સ્ક્રીન પર રોલ નિભાવી શકી હતી.

નોંધનીય છે કે, બંનેએ બીજી વખત 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં સાથે કામ કર્યું છે. કરને કબૂલ્યું કે તે હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે આલિયા આજે આટલી મોટી સ્ટાર બની ગઈ છે. આલિયાની એક્ટિંગના વખાણ કરતા કરને કહ્યું કે તેમને એવું લાગ્યું કે તે કોઈ પ્રતિભાશાળી અભિનેત્રીનું નિર્દેશન કરી રહ્યો છે.

'હાઈવે'માં આલિયાનું પર્ફોર્મન્સ હતું બેસ્ટ
કરને કહ્યું કે ભલે તેમણે તેમની સાથે ડેબ્યૂ કર્યું પરંતુ 'હાઇવે' ફિલ્મમાં પર્ફોર્મન્સ સારું હતું. આ પછી આલિયાએ સારી એક્ટ્રેસ તરીકે ઓળખ બનાવી હતી. આલિયાના વખાણ કરતાં કરને કહ્યું- 'સ્ટુડન્ટ ઑફ ધ યર ચોક્કસપણે આલિયા માટે ટ્રેનિંગ સ્કૂલ નહોતી કારણ કે, તેમણે ફિલ્મમાં સારું કામ કર્યું હતું. પરંતુ સાચું કહું તો આલિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન 'હાઈવે'માં હતું. 'હાઈવે' આલિયાના કરિયરની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું હતું. ફિલ્મમાં આલિયાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post