• Home
  • News
  • મુંબઈમાં બહુમાળી ઇમારતના તમામ ફ્લોર આગની લપેટમાં, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
post

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાવાયું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-13 17:00:24

મુંબઈમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં ઈમારતના તમામ ફ્લોર આગની લપેટમાં આવી ગયા છે. હાલ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

મુંબઈમાં  ડોમ્બિવલી વિસ્તારમાં આવેલા એસ્ટ્રેલા ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં પાંચથી છ માળની ગેલેરી બળીને ખાખ થઈ ગઈ છે. હાલ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ આગની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું છે. હાલ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાવાયું છે.

adv

Related News

post
post
post
post
post
post
post