• Home
  • News
  • કાબુલમાં તમામ ભારતીયો સુરક્ષિત, સરકાર તેમના સંપર્કમાં, જલદી બધાને એરપોર્ટ લાવવામાં આવશે
post

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohib નું અપહરણ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-21 14:01:15

કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) થી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohib નું અપહરણ કર્યું છે. તેઓ કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયા હતા. આતંકીઓએ તેમનો ફોન છીનવી લીધો છે. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે તમામ ભારતીયો સુરક્ષિત છે. જલદી આ ભારતીયોને ફરીથી એરપોર્ટ લાવવામાં આવશે. ભારત સરકાર તેમના સંપર્કમાં છે. 

કોઓર્ડિનેટર સાથે આતંકીઓએ કરી મારપીટ
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તાલિબાનના આતંકી ભારતીય કોઓર્ડિનેટર પાસે આવ્યા હતા. તેમણે તેમની ઓળખ પૂછી. ત્યારબાદ તેને થપ્પડ મારવા લાગ્યા. પછી આતંકીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો. ત્યારથી ભારતીય કો-ઓર્ડિનેટરનો ફોન સ્વિચ ઓફ છે. 

અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેનાનું C17 ગ્લોબ માસ્ટર ગત રાતથી કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત છે. પરંતુ ભારે ભીડના કારણે ભારતીયો એરપોર્ટમાં એન્ટ્રી લઈ શક્યા નહીં. તાલિબાને કાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને સોંપી છે. હક્કાની નેતવર્કના આતંકીઓ કાબુલના રસ્તાઓથી લઈને એરપોર્ટ સુધી તૈનાત છે. 

આ બધા વચ્ચે હક્કાની નેટવર્કનો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની પણ કાબુલમાં જોવા મળ્યો. તેના ઉપર અમેરિકાએ 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાથી વધુનું ઈનામ રાખ્યું છે. તેણે કહ્યું કે અફઘાનિસ્તાનની સુરક્ષા તેની પ્રાથમિકતા છે. 

તાલિબાને આરોપ ફગાવ્યો
આ બાજુ તાલિબાનના પ્રવક્તા અહેમદુલ્લાહ વાસેકે અફઘાન મીડિયાનો એ આરોપ ફગાવ્યો છે જેમાં કહેવાયું છે કે ભારતીય નાગરિકોનું અપહરણ કરાયું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post