• Home
  • News
  • બે દિવસ પહેલાં મેયરે કહ્યું હતું કે, રોડ-શોમાં 50 હજાર લોકો આવશે, કમિશનરે ટ્વિટ કર્યું, 1 લાખ લોકો જોડાશે
post

ટ્રમ્પના રોડ-શોને ‘ઈન્ડિયા-શો’ અને ‘વિવિધતામાં એકતા’ નામ અપાયાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:01:09

અમદાવાદઃ અમદાવાદમાં 50 થી 70 લાખ લોકો મારું અભિવાદન કરશે તેવું અગાઉ અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પે કહ્યું હતું. શુક્રવારે મેયર બિજલ પટેલે કહ્યું હતું કે, ટ્રમ્પના રોડ-શો માં 50 હજાર લોકો જોડાશે અને તેમનું અભિવાદન કરશે. રવિવારે મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે, ટ્રમ્પના રોડ-શોમાં એક લાખ લોકો ઉમટી પડશે. અને તેનું માઈક્રો પ્લાનિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી પરત એરપોર્ટ સરક્લ અને ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સ્ટેડિયમ સુધીના 22 કિલોમીટરમાં રોડ-શો યોજાશે. આ રોડ શો ફિક્કો ન લાગે તે માટે તેને બે ભાગમાં વહેંચી દઈ અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટથી ગાંધી આશ્રમ વચ્ચેના રોડ-શો ને ઈન્ડિયા શોઅને ગાંધી આશ્રમથી પરત ઈન્દિરાબ્રિજ સુધીના રોડ-શો ને વિવિધતામાં એકતાનું નામ અપાયું છે. ઈન્ડિયા શો માં 28 રાજયો પોતપોતાની સંસ્કૃતિ બતાવશે. જયારે વિવિધતામાં એકતામાં વિવિધ ધર્મ-સંપ્રદાયના લોકો જોડાશે.

આ રીતે લોકો ભેગા કરાશે
35
હજાર મ્યુનિ.અધિકારીઓ આવશે
75
હજાર - શહેર ભાજપ
10
હજાર - ગાંધીનગર કલેક્ટર

રોડ-શો માટે 8 ડિઝાઈનના 350 હોર્ડિંગ
રોડ શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા 350થી વધુ હોર્ડિંગ્સ લગાવાશે. આ હોર્ડિંગ્સની ડિઝાઈન અને ફોટા પીએમઓએ મંજૂર કર્યા છે. હોર્ડિંગ્સમાં બે પ્રતિભાશાળી વ્યકિતત્વનું મિલન, બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર, એક ઐતિહાસિક પડાવ ભારત-અમેરિકા મૈત્રીનો, બે મહાન દેશોનું મિલન, મજબૂત નેૃતત્વ મજબૂત લોકતંત્ર, વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને, ભારત-અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર..જેવા સ્લોગન જોવા મળશે.

નમસ્તે ટ્રમ્પનો લોગો કેસરિયા રંગમાં
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ હવે કેમ છો, ટ્રમ્પનહીં પરંતુ નમસ્તે ટ્રમ્પના નામે ઓળખાશે. અત્યાર સુધી કેમ છો, ટ્રમ્પનું નામ અપાયું હતું. પરંતુ તે એક રાજ્યનો કાર્યક્રમ ન બની રહે અને તેની ઓળખ પણ એક રાજ્ય પૂરતી સીમિત ન રહે તે માટે નમસ્તે ટ્રમ્પ રવિવારે જાહેર કરવામાં આવ્યું છે. પીએમઓની સૂચનાથી કાર્યક્રમના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેનો નવો લોગો પણ ફાઈનલ કરાયો છે. જેમાં નમસ્તે ભાજપ કેસરી રંગમાં લખવામાં આવ્યું છે. જ્યારે ટ્રમ્પનું નામ લાલ અક્ષરમાં લખવામાં આવ્યું છે.

 

50 જેટલી AMTS બસો તેના માટે ફાળવવામાં આવશે
આ રોડ શોમાં 1 લાખથી વધુ લોકોની ભીડ ભેગી થાય તેવા પ્રયાસો મ્યુનિસિપલ કોર્પોરેશન અને શાસક પક્ષ ભાજપે શરૂ કરી દીધા છે. વોર્ડ પ્રમુખોથી નાના કાર્યકર્તાઓને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. લોકોને લાવવા અને લઈ જવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 50 જેટલી AMTS બસો તેના માટે ફાળવવામાં આવશે. મેયર બિજલ પટેલે પણ ટ્વિટ કરી અને લોકોને આ ભવ્ય રોડ શોમાં જોડાવવા માટે અપીલ કરી છે. જે લોકો જોડાવવા માંગતા હોય તેઓ મેયરના કાર્યાલયનો સંપર્ક કરી શકે છે. તેઓને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post