• Home
  • News
  • વિશ્વમાં કોરોના:અમેરિકાની દવા કંપની ફાઈઝરનો દાવો- અમારી કોરોના વેક્સીન 90%થી વધુ ઈફેક્ટિવ
post

બ્રિટનથી ડેન્માર્ક આવતા યાત્રીઓ પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 08:59:30

અમેરિકી દવા કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે ટ્રાયલ દરમિયાન તેમની કોરના વાયરસ વેક્સીને ધારણા કરતા વધુ સારા પરિણામો આપ્યા છે. કંપનીનું કહેવું છે કે વોલિન્ટિયર્સને આ વેક્સીન આપવામાં આવી હતી. તેમના પર આ દવાએ 90 ટકાથી વધુ અસર દેખાડી છે. ફાઈઝરે આ વેક્સીન જર્મન દવાની કંપની બાયોટેકની સાથે મળીને વિકસિત કરી છે.

કંપની આ મહિના અંત સુધીમાં વેક્સીનના બે ડોઝ માટે ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસેથી મંજૂરી લેવાની યોજના બનાવી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકા વિશ્વનો પહેલો દેશ બની ગયો છે જ્યાં કોરોના સંક્રમિતોનો આંકડો એક કરોડને પાર થઈ ગયો છે.

છેલ્લાં 10 દિવસમાં અમેરિકામાં લાખો કેસ સામે આવ્યા

રોઇટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસથી અમેરિકામાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે. વોશિંગ્ટનમાં 294 દિવસ પહેલાં કોરોનાનો એક કેસ સામે આવ્યો હતો. અમેરિકામાં શનિવારે 1 લાખ 31 હજાર 420 કેસ નોંધાયા હતા.

અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં કોરાનાના નવા કેસની એવરેજ સંખ્યા 1,05,600 નોંધવામાં આવી છે. તેમાં 29 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. અમેરિકામાં કુલ કેસ ભારત (85 લાખથી વધારે) અને ફ્રાન્સ (17 લાખથી વધારે) કેસ કરતાં વધારે છે.

અત્યારસુધીમાં કોરોનાથી દુનિયામાં 5 કરોડ 7 લાખ 37 હજાર 875 કેસ સામે આવ્યા છે. 12 લાખ 62 હજાર 130 લોકોનાં મોત થયાં છે. સારી વાત એ છે કે 3 કરોડ 57 લાખ 95 હજાર 252 લોકો સાજા થઈ ચૂક્યા છે.

10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિત

મોત

સ્વસ્થ થયા

અમેરિકા

10,288,480

243,768

6,483,420

ભારત

8,553,864

126,653

7,917,373

બ્રાઝીલ

5,664,115

162,397

5,064,344

ફ્રાંસ

1,787,324

40,439

128,614

રશિયા

1,774,334

30,537

1,324,419

સ્પેન

1,388,411

38,833

ઉપલબ્ધ નથી

આર્જેન્ટિન

1,242,182

33,560

1,062,911

યુકે

1,192,013

49,044

ઉપલબ્ધ નથી

કોલંબિયા

1,143,887

32,791

1,038,082

મેક્સિકો

967,825

95,027

715,977

ફિલિપિન્સમાં છોડ વાવવાનો ક્રેઝ વધ્યો

 

કોરોનાકાળમાં પ્રતિબંધોને કારણે દેશમાં છોડ વાવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. છોડની કિંમતોમાં પણ ઘણો વધારો થયો છે. એને કારણે લોકો બગીચાઓમાંથી પણ છોડ ચોરી રહ્યા છે. મહામારી દરમિયાન તણાવથી બચવા લોકો ઘરમાં છોડ વધારવા પર ભાર આપી રહ્યા છે. મહામારી પહેલાં છોડવાની કિંમત 800 પેસો (ફિલિપિન્સ કરન્સી) હતી જે હવે વધીને 55 હજાર પેસો પહોંચી ગઈ છે. મનીલાની એક પ્લાન્ટ સેલર અરલીન ગુમેરા-પાઝ કહે છે કે, લોકડાઉન દરમિયાન રોજનું ટર્નઓવર ત્રણ ગણું થઈ ગયું છે.

ફ્રાન્સ: 24 કલાકમાં 38,619 કેસ સામે આવ્યા છે

ફ્રાન્સમાં કુલ કેસ 18 લાખ નજીક થઈ ગયા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 30,243 થઈ ગઈ છે. 118 દર્દી વેન્ટિલેટર પર છે. સંક્રમણને નિયંત્રિત કરવા માટે ફ્રાન્સે 30 ઓક્ટોબરે નવું લોકડાઉન લગાવી દીધું છે. તેના અંતર્ગત બિનજરૂરી દુકાનો, કેફે, રેસ્ટોરાં વગેરે બંધ કરી દેવામાં આવ્યાં છે. એ ઉપરાંત લોકોને ઘરમાં રહેવાનો જ આદેશ આપવામાં આવ્યો છે. માત્ર જરૂરી વસ્તુઓ, સ્વાસ્થય અને ઈમર્જન્સીની વસ્તુઓ લેવા માટે જ બહાર નીકળવાની જ મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્યમંત્રી ઓલિવર વેરને રવિવારે જણાવ્યું હતું કે ઉપાયોથી મહામારીને ઓછી કરવામાં મદદ મળે છે પરંતુ તરત અંદાજ લગાવવાની ઉતાવળ ન કરવી જોઈએ.

બ્રિટનથી ડેન્માર્ક આવતા યાત્રીઓ પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા

ડેન્માર્કમાં કોરોના સંક્રમણમાં વધારા પછી રવિવારે બ્રિટને નવા ઉપાયો હાથ ધર્યા છે. બ્રિટિશ નાગરિક ડેન્માર્કથી પરત આવી શકે છે, પરંતુ તેમને અને તેમના પરિવારના સભ્યોને 14 દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. બીબીસીના જણાવ્યા પ્રમાણે, હવે કેબિન ક્રૂને પણ નિયમોમાં છૂટ આપવામાં આવશે નહીં. 5 નવેમ્બરથી ઈંગ્લેન્ડમાં બીજું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post