• Home
  • News
  • એક બાજુ અમેરિકાનો પ્રતિબંધ તો બીજી બાજુ અબજો ડૉલરનો દંડ, બરાબરનું ફસાયું પાકિસ્તાન, હવે શું કરશે?
post

અમેરિકાના ઈરાન પ્રતિબંધ છતાં પાકિસ્તાને ‘ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ’ પર કામગીરી શરૂ કરતા ફસાયું

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-28 18:36:32

ઈરાન સાથેના ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ (IP પ્રોજેક્ટ) મામલે પાકિસ્તાન બે બાજુ ફસાયું છે. એક તરફ અમેરિકાએ પ્રોજેક્ટને લઈ ઈરાન પર પ્રતિબંધ લાદ્યા છે, તો બીજીતરફ પ્રોજેક્ટમાં વિલંબના કારણે પાકિસ્તાન મસમોટા દંડમાં ફસાઈ શકે છે. હવે ઈરાન પર અમેરિકાની કાર્યવાહી મામલે પાકિસ્તાને જાહેરમાં ખુલાસો કરવાની નોબત આવી છે.

અમારા વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે, તેથી અમેરિકી પ્રતિબંધ લાગુ નહીં થાય

ઈરાન સાથેના આઈપી પ્રોજેક્ટ મામલે પાકિસ્તાને મંગળવારે કહ્યું કે, ‘ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ (IP પ્રોજેક્ટ) હેઠળ અમે અમારા વિસ્તારમાં પાઈપલાઈન બિછાવવાનું કામ કરી રહ્યા હોવાથી ત્યાં અમેરિકા (America)નો કોઈપણ પ્રતિબંધ લાગુ નહીં થઈ શકે.’ પાકિસ્તાનના કાર્યાહક સરકારના ઉર્જા મંત્રી મોહમ્મદ અલીએ ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘મારા મતે હાલની પરિસ્થિતિ મુજબ આઈપી પ્રોજેક્ટમાં કોઈ પ્રતિબંધ ન લાગવો જોઈએ.’

પાકિસ્તાન 80 કિમી પાઈપલાઈન બિછાવશે

પાકિસ્તાનના મંત્રીને આઈપી પ્રોજેક્ટ પર અમેરિકી પ્રતિબંધ મામલે પ્રશ્ન કરાયો તો તેમણે કહ્યું કે, ‘આ પ્રોજેક્ટ મામલે અમેરિકા શું ઈચ્છે છે, તેની મારી પાસે માહિતી નથી. પાકિસ્તાની ક્ષેત્રમાં 80 કિલોમીટર સુધી પાઈપલાઈન બિછાવવાનું કામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગશે તેમજ ગેસના પુરવઠો મેળવવા તેને ઈરાન સાથે જોડવામાં પણ ઘણો સમય લાગશે.

...તો અમારે અબજો ડૉલરનો દંડ ચૂકવવો પડશે : પાકિસ્તાન

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા છે, તેમ છતાં પાકિસ્તાને આઈપી પ્રોજેક્ટ હેઠળ પાઈપલાઈન બિછાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે, પ્રોજેક્ટમાં વિલંબ મામલે પાકિસ્તાન કોઈપણ પ્રકારનો દંડ ભરવા ઈચ્છતો નથી, તેથી તેણે આ નિર્ણય લીધો છે. ગત વર્ષે મે મહિનામાં પાકિસ્તાને કહ્યું હતું કે, જો અમે આઈપી પ્રોજેક્ટ આગળ નહીં વધારીઓ તો અમારે ઈરાનને 18 અબજ ડૉલરનો દંડ ચૂકવવો પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post