• Home
  • News
  • અમેરિકામાં 10 વર્ષનું સૌથ બર્ફીલું તોફાન, રસ્તાઓ પર 12 કલાકમાં 2 ફૂટ બરફ જામી ગયો
post

આ ઉપરાંત 1300 જેટલી ફ્લાઈટ પણ રદ કરાઈ હતી અને 400 જેટલી ફ્લાઈટ વિલંબથી ઊપડી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 12:00:16

અમેરિકામાં બુધવારે 10 વર્ષનું સૌથી શક્તિશાળી બર્ફીલું તોફાન ત્રાટક્યું હતું. આ કારણે રસ્તા પર 12 કલાકમાં 2 ફૂટ જેટલો બરફ જામી ગયો હતો. ન્યૂયોર્ક, વોશિંગ્ટન, પેન્સિલવેનિયા, મેરીલેન્ડ, ન્યૂજર્સી, વર્જિનિયા અને પીટ્સબર્ગ સહિત અનેક રાજ્યોમાં બરફના તોફાનથી 7 કરોડ લોકોને અસર થઈ હતી. હવામાન વિભાગે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. ગુરુવારે આ વિસ્તારોમાં શાળા પણ બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત 1300 જેટલી ફ્લાઈટ પણ રદ કરાઈ હતી. 400 જેટલી ફ્લાઈટ વિલંબથી ઊપડી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post