• Home
  • News
  • અમેરિકાએ કહ્યું- રક્ષા બાબતોમાં ભારત-રશિયાના ઐતિહાસિક સંબંધ, અમે તેને ખરાબ કર્યા વિના કામ કરવા માગીશું
post

ભારતે રશિયા સાથે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો કરાર કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 10:41:38

ન્યૂયોર્કઅમેરિકાએ કહ્યું છે કે તે ભારત અને રશિયાના ઐતિહાસિક સંબંધો છતાંય નવી દિલ્હી પર પ્રતિબંધ નહીં લગાવી શકે. વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે કહ્યું કે અમેરિકા એવો રસ્તો કાઢવા માગે છે જેનાથી રક્ષા વિષયમાં ભારતની રશિયા પર નિર્ભરતામાં કોઇ ફરક પડે અને અમે બન્ને દેશ સાથે કામ ચાલુ રાખીએ.

ભારતે ડિસેમ્બર 2018માં રશિયા સાથે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો કરાર કર્યો હતો. અમેરિકાએ સમયે ભારતને આકરા પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી હતી. જોકે અત્યાર સુધી એવી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીએ કહ્યું કે નવી દિલ્હીએ મોસ્કો સાથે કરાર કર્યા એનો અર્થ નથી કે અમે તેમને ગુપ્ત છૂટ આપી છે. જોકે પ્રતિબંધ લગાવવા પહેલા દરેક મામલાને અલગ રીતે જોવામાં આવશે. વોશિન્ગટન નથી ઇચ્છતું કે ભારતની રક્ષા ક્ષમતા કોઇ રીતે કમજોર થાય.

અધિકારીએ કહ્યું કે કાટ્સા અંતર્ગત લાગતા પ્રતિબંધ કોના પર લાગી રહ્યા છે તેના પર પણ વિચાર થાય છે. મામલે અમારી પાસે ઘણા વિકલ્પ છે. તેથી અમે ભારતને પ્રતિબંધોથી બચાવવા માટે રસ્તો કાઢવા માગીએ છીએ. અમેરિકાની સંસદે 2017ના રક્ષા બજેટમાં ભારતને પ્રમુખ રક્ષા સહયોગીનો દરજ્જો આપ્યો હતો.

તુર્કી પર કાર્યવાહી થઇ
અધિકારીએ નામ જણાવવાની શરત પર કહ્યું- તમે જોઇ શકો છો કે અમેરિકા દુશ્મનો સાથે કરાર કરનારાઓ પર કેવી કાર્યવાહી કરે છે. અમે અમારા નાટો પાર્ટનર તુર્કીને પણ S-400 ખરીદવા માટે આકરો સંદેશ આપ્યો છે. અમેરિકાએ તાજેતરમાં રશિયાથી રક્ષા કરાર કરવા માટે તુર્કીને લોકહીડ માર્ટિનના એફ-35 ફાઇટર જેટ વેચવા પર સ્ટે લગાવ્યો હતો.

કાટ્સા કાયદા અંતર્ગત અમેરિકા પ્રતિબંધ લગાવી શકે છે
હકીકતમાં અમેરિકા કાટ્સા કાયદા અંતર્ગત તેના દુશ્મન પાસેથી હથિયાર ખરીદતા દેશો પર પ્રતિબંધ લગાવી શકે છે. રીતે ભારત પણ રશિયાથી હથિયાર ખરીદે તો પ્રતિબંધના દાયરામાં આવી શકે છે પરંતુ અમેરિકા અને ભારતનો રક્ષા વેપાર છેલ્લા સમયમાં ઘણો વધ્યો છે. તેના લીધે ભારત પર પ્રતિબંધ લગાવવાથી અમેરિકા બચવા માગે છે.

શું છે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ?
S-400
મિસાઈલ સિસ્ટમ 400 કિલોમીટરના દાયરામાં આવતી મિસાઇલ અને ફિફ્થ જનરેશન ફાઇટર પ્લેનને પણ ખતમ કરી શકે છે. S-400 ડિફેન્સ સિસ્ટમ એક રીતે મિસાઇલ શીલ્ડનું કામ કરશે જે પાકિસ્તાન અને ચીનની પરમાણુ ક્ષમતા વાળી બેલિસ્ટિક મિસાઇલોથી ભારતને સુરક્ષિત રાખશે. સિસ્ટમ અમેરિકાના સૌથી આધુનિક ફાઇટર જેટ એફ-35ને પણ પાડી શકે છે. તે પરમાણુ ક્ષમતા વાળી મિસાઈલોને પણ એકસાથે નષ્ટ કરી શકે છે. ભારતે સિસ્ટમ માટે 5 અરબ ડોલરમાં કરાર કર્યો હતો. તેમાંથી 80 કરોડનો પહેલો હપ્તો રશિયાને આપી દેવાયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post