• Home
  • News
  • અમેરિકન વિશેષજ્ઞોનો દાવો:બાળકોને ગંભીર રીતે બીમાર કરનારા કોરોના વાયરસનું નવું રૂપ ટૂંક સમયમાં આવશે સામે, બાળકોને પણ વેક્સિન લગાવવી જરૂરી
post

ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર્સને વેક્સિનેશન પછી સામે આવનારા એવા રિપોર્ટ્સ પર માત્ર નજર ન રાખવી જોઈએ પરંતું તેમને શેર પણ કરવાની રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-31 10:34:11

ભારતમાં રોજ લગભગ 30 લાખ અને અમેરિકામાં લગભગ 20 લાખ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે. બંને દેશો શક્ય એટલી ઝડપથી પોતાની મહત્તમ વયસ્ક વસતીને વેક્સિન આપવા માગે છે. પરંતુ કેટલાક વિશેષજ્ઞો કહે છે કે કોરોના સામે અંતિમ લડાઈ જીતવા માટે બાળકોને વેક્સિનેશન અત્યંત આવશ્યક છે. તેમનો દાવો છે કે જો એવું કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ કોરોના વાયરસનો એવો વેરિએ્ટ સામે આવી જશે જે બાળકોને ગંભીર રીતે બીમાર કરશે.

અમેરિકાની બ્રિઘમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઈમર્જન્સી મેડિસીનના ડોક્ટર જેરેમી સેમ્યુઅલ ફોસ્ટ અને જ્યોર્જટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ સાયન્સના વાયરોલોજિસ્ટ ડો. એન્જેલા રાસમુસેન કહે છે કે બાળકોમાં કોરોનાના ગંભીર કેસોની સંખ્યા અત્યંત ઓછી હોવા છતાં તેમને બે મુખ્ય કારણોસર ઝડપથી વેક્સિન આપવાની જરૂર છે. પ્રથમ કારણ છે-બાળકોમાં લાંબા સમય માટે થનારી અસર (જેને ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ)ના જે પણ કેસ સામે આવ્યા, તે અત્યંત ગંભીર નીકળ્યા. જો કે તેમની સંખ્યા ઘણી જ ઓછી છે.

કોરોનાના અનેક વધુ ખરાબ પ્રભાવોને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. કારણ એ છે કે બાળકોમાં કોરોનાના મોટાભાગના કેસો એસિમટોમેટિક છે. એવામાં માતા-પિતાને બાળકોમાં કોરોનાની જાણ થતી નથી. આ બીજું કારણ સૌથી મહત્વપૂર્ણ છે પરંતુ આ અંગે સૌથી ઓછું ધ્યાન ગયું છે. વાસ્તવમાં, આ વાતની પૂરેપૂરી સંભાવના છે કે વાયરસ ફેલાતો રહેશે અને આ વધુ ખતરનાક સ્વરૂપે મ્યુટેટ એટલે કે બદલાતો રહેશે. આવું કોઈ એક કે એકથી વધુ મ્યુટેશન બાળકોને પણ નુકસાનકારક નીકળી શકે છે.

અત્યારે બાળકોમાં કોરોનાની અસર ઓછી, જરૂરી નથી કે આપણે આગળ પણ ભાગ્યશાળી રહીએ
વાયરસના કેટલાક નવા વેરિએન્ટ્સ બ્રિટન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને કેલિફોર્નિયામાં મળી ચૂક્યા છે. તેમાંથી કેટલાક જૂના વેરિએન્ટ્સના મુકાબલે ઝડપીથ ફેલાવો ધરાવતા છે. જ્યારે બ્રિટનમાં મળેલા 1.1.7 વેરિએન્ટમાં મોતનો દર વધુ જોવા મળ્યો છે. જો કે સારી વાત એ છે કે હાલની વેક્સિન આ વેરિએ્ટ્સ સામે પણ કામ કરી રહી છે.

બંને અમેરિકન વિશેષજ્ઞો કહે છે કે જરૂરી નથી આપણે ભવિષ્યમાં સામે આવનારા કોરોના વાયરસના વેરિએ્ટ્સ અંગે એટલા ભાગ્યશાળી રહીએ. વાયરસ જેટલો વધુ ફેલાશે, તેના એટલા જ વધુ વેરિએન્ટ સામે આવશે. તેઓ વધુ ખતરનાક થતા જશે.

બાળકો જ કોરોના વાયરસના આવા વેરિએ્ટ્સની સામે આવશે, જેઓ બાળકોને ગંભીર રીતે બીમાર કરી દેશે. ખાસ કરીને જ્યારે પુખ્ત લોકોમાં વેક્સિનેશનના કારણે વાયરસને ઉછરવા માટે સારા યજમાનની આવશ્યકતા રહેશે. ડો. જેરેમી અને ડો. એન્જેલા કહે છે કે બાળકોમાં ઝડપથી વેક્સિનેશન થવું જોઈએ. જેથી એવી કોઈ ભયાનક સ્થિતિ ન સર્જાય.

હર્ડ ઈમ્યુનિટી માટે જરૂરી છે કે બાળકોને વેક્સિન લાગે
સંક્રમક બીમારીઓના જાણીતા અમેરિકન વિશેષજ્ઞ ડો. એથોની ફૌસી સહિત અનેક વિશેષજ્ઞો કહે છે કે હર્ડ ઈમ્યુનિટીને હાંસલ કરવા માટે બાળકોને વેક્સિનેશન જરૂરી છે.

કોરોના વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે. તેની તપાસ માટે ક્લીનીકલ ટ્રાયલ ચાલી રહી છે પરંતુ આપણે એ વાત માટે તૈયાર રહેવું પડશે કે આ ટ્રાયલ્સથી કોઈ બ્લોકબસ્ટર પરિણામો સામે આવવાના નથી.

આપણે કદાચ એ નહીં જાણી શકીએ કે બાળકોમાં આ ગંભીર સંક્રમણને રોકવા માટે આ રસી એટલી અસરકારક હોય, કેમકે સદ્ભાગ્યે અત્યારે સંક્રમિત બાળકોની સંખ્યા એટલી વધુ નથી કે તેમના પર સાચા પરિણામો આપતી ટ્રાયલ કરી શકાય.

અમેરિકામાં બાળકો માટે ચાલી રહેલી ટ્રાયલ્સનું ફોકસ વેક્સિન સુરક્ષિત હોવા અને તેનાથી ઈમ્યુનિટી પેદા થવા પર રહેશે. એટલે કે ટ્રાયલથી એ જાણવાની કોશિશ કરાશે કે શું આ વેક્સિન બાળકો માટે સુરક્ષિત છે? અને વેક્સિનના કેટલા ડોઝ કોઈ પણ પ્રકારની આડઅસર વિના પૂરતા પ્રમાણમાં ઈમ્યુનિટી પેદા કરશે કે નહીં.

જો કે નકારાત્મક વાત એ છે કે આ ટ્રાયલ્સના પોઝિટિવ પરિણામો પછી પણ માતા-પિતા પોતાના બાળકોને ઝડપથી વેક્સિન લગાવવા તૈયાર નહીં થાય, કેમકે તેમને લાગે છે કે તેમના બાળકો સુરક્ષિત છે.

જેઓ માતાપિતા બની ચૂક્યા છે, તેઓમાં વેક્સિન અંગે ખચકાટ
એક નવા અભ્યાસ પ્રમાણે, જે લોકો માતાપિતા નથી તેમના મુકાબલે માતાપિતા બની ચૂકેલા લોકો કોરોના વેક્સિન લગાવતા ખચકાય છે. વિશેષજ્ઞો માને છે કે બાળકોના વેક્સિન લગાવવાના મામલે પણ આ જ ભાવના આડે આવી શકે છે.

કોરોના વાયરસથી 10 હજાર સંક્રમિત બાળકોમાંથી એક બાળકનું મોત થઈ શકે છે. જો કે કેટલાક અન્ય અભ્યાસ આ દરને ઓછો જણાવે છે. અમેરિકાના આ બંને વિશેષજ્ઞો કહે છે કે કોરોના વેક્સિનથી થનારી આડઅસરના મુકાબલે વાયરસથી થનારું નુકસાન વધુ ભારે છે.

કોઈપણ બીજી વેક્સિનની જેમ આપણે આ સંભાવના માટે તૈયાર રહેવું જોઈએ કે વેક્સિનેશન પછી બીમાર થનારા બાળકોના કિસ્સા સામે આવશે અને વેક્સિનને દોષ આપવામાં આવશે. પરંતુ આપણે વેક્સિનેશન રોકી ન શકીએ.

સાઈડ ઈફેક્ટ્સને વધારીને સમજવાથી બચવું પડશે
ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર્સને વેક્સિનેશન પછી સામે આવનારા એવા રિપોર્ટ્સ પર માત્ર નજર ન રાખવી જોઈએ પરંતુ તેમને શેર પણ કરવાની રહેશે. આપણે સાઈડ ઈફેક્ટ્સની કોઈપણ કહાનીને વધારીને સમજવાથી દૂર રહેવું જોઈએ.

બંને અમેરિકન વિશેષજ્ઞો કહે છે કે આપણે માતાપિતાને આશ્વાસન આપવું જોઈશે કે વેક્સિનની ટ્રાયલ અને તેના ડેટાની સમીક્ષા પછી વેક્સિન લગાવવી સુરક્ષિત રહેશે. તેના પછી આપણે સમાજના ઓછા શિક્ષિત વર્ગ સુધી પહોંચવાનું રહેશે. તેમાં વિદેશોના બાળકો પણ સામેલ છે. કેમકે ક્યાંક બહાર ઊભરનારા કોઈ પણ નુકસાનકારક વેરિએન્ટ આખરે આપણા સૌ સુધી પહોંચી જશે.

અત્યાર સુધી બાળકો સૌભાગ્યથી બચેલા છે. હવે આપણે જાણીજોઈને તેમની સુરક્ષા કરવાની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post