• Home
  • News
  • અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક અંધાધૂંધ ફાયરિંગમાં 1નું મોત, 5 ઘાયલ, લોકોમાં ફફડાટ ફેલાયો
post

અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક અંધાધૂંધ ફાયરિંગમાં 1નું મોત, 5 ઘાયલ, લોકોમાં ફફડાટ ફેલાયો

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:28:24


અમેરિકા: વોશિંગ્ટન ડીસીમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની પાસે અચાનક શરૂ થયેલા ફાયરિંગથી અફડા તફડી મચી ગઇ હતી. 
રાત્રે 10 વાગ્યાની આસપાસ કોઇ અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ, જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે અને 5 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, વ્હાઇટ હાઉસથી માત્ર 3 કિ.મી દૂરના અંતરે આ ઘટના બનતા સુરક્ષા એજન્સીઓના અધિકારી તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા, અને પોલીસે આખા વિસ્તાને ઘેરી લીધો હતો, જો કે આરોપી હજુ સુધી પકડાયો નથી, આ મામલો ગંભીર એટલા માટે છે કે ઘટના વ્હાઇટ હાઉસની નજીક બની હતી, જેની ઉંડી તપાસ થઇ રહી છે.


અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને અગાઉ પણ આવી ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે, થોડા સમય પહેલા અમેરિકામાં એક સ્કૂલમાં પણ ફાયરિંગનો બનાવ બન્યો હતો.


adv

Related News

post
post
post
post
post
post
post