• Home
  • News
  • અમિત શાહે સ્વીકાર્યુ- મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીના શબ્દો ખોટા હતા, શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું- વિવાદ ખતમ
post

રાજ્યપાલ કોશ્યારીએ મંદિર ખોલવા અંગે CMને પત્ર લખી કહ્યું હતું કે શું તમે ધર્મનિરપેક્ષ થઈ ગયા?

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:10:36

શિવસેના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રમાં મંદિરોને ખોલવા અંગે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના પત્ર અંગે વિવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનું સ્વાગત કર્યુ છે. શાહનો આભાર વ્યક્ત કરતાં શિવસેના નેતાએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે પણ સ્વીકાર્યુ કે રાજ્યપાલે મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો તેમાં વાપરેલા શબ્દો ખોટા હતા. આ સારી વાત છે. ગૃહમંત્રીના નિવેદનથી અમે સંતુષ્ટ છીએ અને આભારી પણ.

રાઉતે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યપાલનું નેતૃત્વ ગૃહ મંત્રાલય જ કરે છે. મને આશા છે કે દેશના તમામ રાજ્યોના રાજ્યપાલને નિર્દેશ અપાશે કે સરકાર કોઈપણ હોય, સંબંધ અને વ્યવહાર એક જેવું હોવું જોઈએ. રાઉતે કહ્યું કે હવે આ વિવાદ ખતમ થઈ ગયો છે.

અમિત શાહે શનિવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોશ્યારી તેમના શબ્દોનો પ્રયોગ સારી રીતે કરી શક્યા હોત. કોશ્યારીએ તાજેતરમાં મંદિરોને ફરી ખોલવાની માગ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો અને તેમાં કટાક્ષ કર્યો હતો કે શું તમે પણ ધર્મનિરપેક્ષ થઈ ગયા છો? તેની સામે વાંધો વ્યક્ત કરતાં ઠાકરેએ જવાબમાં કહ્યું હતું કે તેમને કોઈએ પણ હિન્દુત્ત્વનો પાઠ ભણાવવાની જરૂર નથી

 

adv

Related News

post
post
post
post
post
post
post