• Home
  • News
  • અમ્ફાન આજે સુંદરવન પાસે ટકરાશે, 185 કિમીની ઝડપથી પવન ફૂંકાશે; ઓરિસ્સાના 13 જિલ્લાના એક લાખથી વધારે લોકો સુરક્ષિત જગ્યાએ ખસેડાયા
post

સાયક્લોન 155થી 165 કિમી/કલાકની ઝડપથી સુંદરવન પાસેના કિનારે ટકરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:43:30

કોલકાતા: સુપર સાયક્લોન મંગળવારે બંગાળની ખાડીના દક્ષિણ અને મધ્ય ભાગમાં પહોંચી ગયું હતું. બુધવાર બપોર પછી તે બંગાળ અને બાંગ્લાદેશની વચ્ચે સુદરવન પાસેના કિનારે 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાશે. આ દરમિયાન દરિયા કિનારે 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે. ઓરિસ્સા અને બંગાળની ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ અપાયું છે.

ઓરિસ્સાના ભદ્રક સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. બુધવાર સવાર સુધી ઓરિસ્સાના 13 જિલ્લામાંથી 1 લાખ 19 હજાર 75 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. 1704 રાહત છાવણી બનાવાઈ છે. સૌથી વધારે 32 હજાર 60 લોકો કેંદ્રાપારાથી ખસેડાયા છે. ભદ્રકથી 26 હજાર 174 અને બાલાસોરથી 23 હજાર 142 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.

ઓરિસ્સાના ભદ્રકમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો રસ્તા ઉપર પડી ગયા હતા. ફાયર ફાયટર્સના કર્મચારીઓએ વૃક્ષોને હટાવીને વાહન-વ્યવહાર ચાલું કર્યો હતો.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલરૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે.  બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને એસએમએસ દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડાઈ રહ્યા છે.તોફાન મંગળવાર સવારે 8 વાગ્યાથી બપોરના 1 વચ્ચે 14 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. હાલ તે ઓરિસ્સાના પારાદીપથી 570 કિલોમીટર દક્ષિણ અને પશ્ચિમ બંગાળના દિઘાથી  720 કિમી દક્ષિણ-પિશ્ચિમમાં તેમજ બાંગ્લાદેશના ખેતપુરાથી 840 કિલોમીટર દક્ષિણ-પિશ્ચિમમાં છે. વાવાઝોડાની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરી હતી. તેમણે બન્ને રાજ્યોને કેન્દ્રની મદદનો વિશ્વાસ આપ્યો છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલરૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે.  બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને એસએમએસ દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડાઈ રહ્યા છે.તોફાન મંગળવાર સવારે 8 વાગ્યાથી બપોરના 1 વચ્ચે 14 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. હાલ તે ઓરિસ્સાના પારાદીપથી 570 કિલોમીટર દક્ષિણ અને પશ્ચિમ બંગાળના દિઘાથી  720 કિમી દક્ષિણ-પિશ્ચિમમાં તેમજ બાંગ્લાદેશના ખેતપુરાથી 840 કિલોમીટર દક્ષિણ-પિશ્ચિમમાં છે. વાવાઝોડાની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરી હતી. તેમણે બન્ને રાજ્યોને કેન્દ્રની મદદનો વિશ્વાસ આપ્યો છે.


સુપર સાયક્લોન ઈમ્ફાનની અસર શરૂ
સુપર સાયક્લોન ઈમ્ફાન આવતાની સાથે તેની અસર શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના દિધામાં મંગળવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. કોલકતામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો

ઓરિસ્સાના 6 અને બંગાળના 7 જિલ્લામાં અસર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાની ઓરિસ્સાના 6 જિલ્લા કેંદ્રાપાડા, ભદ્રક, બાલાસોર, મયૂરભંગ, જાજપુર અને જગતસિંહપુરમાં સૌથી વધારે અસર થઈ શકે છે. બંગાળના જિલ્લા પૂર્વી મિદનાપોર, 24 દક્ષિણ અને ઉત્તરી પરગના ઉપરાંત હાવડા, હુગલી, પશ્ચિમ મિદનાપુર અને કોલકતા ઉપર તેની અસર થશે.

ઘણાં જિલ્લામાં કંટ્રોલ રૂમ

સ્થિતિની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળના ઘણાં જિલ્લામાં 24 કલાક કામ કરી શકે તેવા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. કોલકાતાના અરણ્ય ભવનમાં એક સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. કોલકાતા પોલીસની દરેક ક્ષણ પર નજર છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા ડોપ્લર  વેધર રડારની મદદથી સાઈક્લોન પર નજર રાખવામાં આવી રહી છે.

21 વર્ષ પછી આવી રહ્યું છે સુપર સાઈક્લોન
દેશમાં 21 વર્ષ પછી કોઈ સુપર સાઈક્લોન આવી રહ્યું છે. 1999માં એક ચક્રવાત ઓરિસ્સા તટ સાથે અથડાયું હતું. તેને સાઈક્લોન ઓ5 બી અથવા પારાદીપ સાઈક્લોન નામ આપવામાં આવ્યું હતું. તે જ્યારે ઉત્તર હિંદ મહાસાગરમાં આવ્યું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ચક્રવાત માનવામાં આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post