• Home
  • News
  • ઓરિસ્સાની પ્રમોદિની પર સેનાનાં જવાને એસિડ અટેક કર્યો હતો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન સરોજ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યા
post

એસિડ અટેક પછી પ્રમોદિની ડિપ્રેશનમાં જતી રહી હતી, પરંતુ તેણે હાલ માનવાને બદલે નવી જિંદગી શરૂ કરવાનું વિચાર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 12:08:20

એસિડ અટેક સર્વાઇવર પ્રમોદિની રાઉલ રાનીનામથી ઓળખાય છે. 29 વર્ષીય પ્રમોદિની ઓરિસ્સામાં જગતસિંહપુરમાં રહે છે. 1 માર્ચ 2021ના રોજ પ્રમોદિનીએ બોયફ્રેન્ડ સરોજ સાહુ સાથે લગ્ન કર્યા. તેઓ એકબીજાને છેલ્લા 5 વર્ષથી ઓળખે છે. વર્ષ 20218માં તેમની સગાઈ થઇ હતી. એસિડ અટેક પછી પ્રમોદિનીની સારવાર હોસ્પિટલમાં ચાલતી હતી ત્યારે તેને સરોજ સાથે પ્રેમ થઇ ગયો હતો. એ પછી બંનેએ આજીવન સાથે રહેવાનું નક્કી કર્યું.

4 મે, 2009ના રોજ પ્રમોદિની પર એસિડ અટેક થયો હતો.16 વર્ષની ઉંમરે તેણે એક સેનાનાં જવાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એસિડ અટેક વખતે તેનો આખો ચહેરો સોજી ગયો હતો. તેણે આંખો પણ ગુમાવી દીધી. આ અટેક પછી આશરે 9 મહિના સુધી તે હોસ્પિટલમાં રહી હતી.

એસિડ અટેક પછી પ્રમોદિની ડિપ્રેશનમાં જતી રહી હતી, પરંતુ તેણે હાલ માનવાને બદલે નવી જિંદગી શરૂ કરવાનું વિચાર્યું. લગ્ન પછી પ્રમોદિનીએ કહ્યું, આ મારી જિંદગીનો સૌથી સારો દિવસ છે. આપણા સમાજમાં જ્યાં લગ્ન માટે છોકરીની સુંદરતાને વધારે મહત્વ આપે છે. મેં મારા લગ્ન વિશે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. હું ઇચ્છતી હતી કે મારા મેરેજ મારો પરિવાર અને પતિના પરિવારની મંજૂરી પછી જ થાય અને આવું જ થયું.

2014માં પ્રમોદિનીની મુલાકાત સરોજ સાથે થઇ હતી. આ દરમિયાન તે હોસ્પિટલમાં દાખલ હતી. 2016માં બંનેને એકબીજા ગમી ગયા અને પ્રેમ થઇ ગયો. 2017માં પ્રમોદિનીની આંખની સર્જરી થયા પછી બંનેએ સગાઇ કરી અને પછી આખી જિંદગી એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું.

adv

Related News

post
post
post
post
post
post
post