• Home
  • News
  • અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતનો પેરાગ્લાઇડિંગ કરતો જૂનો વીડિયો શેર કરી લખ્યું, ઉડતા રહો
post

રિયાએ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંતને ફ્લાઇટમાં બેસવાથી ડર લાગતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 09:48:30

અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂતનો પેરાગ્લાઇડિંગ કરતો જૂનો વીડિયો રી-પોસ્ટ કર્યો છે. આ વીડિયો બંનેના કોમન ફ્રેન્ડ નતાશા શર્માએ ઇન્સ્ટા પર શેર કર્યો હતો.

અંકિતાએ આ વીડિયો શેર કરી નતાશાનો આભાર માની લખ્યું, સુશાંત તને અમે અને તારા બધા ફેન્સ હંમેશાં યાદ કરશે. ઉડતા રહો. અંકિતાએ જણાવ્યું કે આ વીડિયો તે સુશાંત સાથે વેકેશન પર ગઈ હતી ત્યારનો છે. અંકિતાએ આ સાથે નતાશાની એક કવિતાના વખાણ પણ કર્યા જે તેને ખાસ સુશાંત માટે લખીને પોસ્ટ કરી હતી.

રિયાના દાવાનું ખંડન કર્યું હતું
રિયાએ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંતને ફ્લાઇટમાં બેસવાથી ડર લાગતો હતો અને તેને કલેસ્ટ્રોફોબિયા હતો. ત્યારબાદ અંકિતાએ સુશાંતનો પ્લેન ઉડાવવા માટેની ટ્રેનિંગ લેતો વીડિયો શેર કરી લખ્યું હતું, શું આ છે કલેસ્ટ્રોફોબિયા? તમે હંમેશાં ઉડવા ઇચ્છતા હતા અને તમે એ જ કર્યું અને બધાને તમારા પર ગર્વ છે.

adv

Related News

post
post
post
post
post
post
post