• Home
  • News
  • બગદાદમાં 24કલાકની અંદર બીજો હુમલો, US એમ્બેસીને ટાર્ગેટ કરીને રોકેટ છોડવામાં આવ્યા; શિયા વિદ્રોહીઓ પર શંકા
post

અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલો બુધવારે રાતે 11.45 વાગે થયો હતો, તેમાં કોઈ નુકસાન નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 11:04:53

બગદાદઈરાકના બગદાદમાં 24 કલાકની અંદર એક વાર ફરી રોકેટથી હુમલો થયો છે. રિપોર્ટ્સ પ્રમાણે, વખતે બે મિસાઈલ હાઈ સિક્યુરિટી વાળા ગ્રીન ઝોન (આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર)માં પડી છે. અહીં ઘણી વિદેશી એમ્બેસી આવેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા બ્લાસ્ટ પછી આખા ગ્રીન ઝોનમાં સુરક્ષા અલાર્મ વાગવા લાગ્યા હતા. કોઈ પણ સંગઠને હજી સુધી હુમલાની જવાબદારી નથી લીધી. જોકે અમેરિકન અધિકારીઓએ આની પાછળ ઈરાકમાં આવેલા ઈરાન સમર્થિન શિયા વિદ્રોહી સંગઠનહાશેદપર શંકા વ્યક્ત કરી છે.

ઈરાકમાં સેનાનો હિસ્સો છેહાશેદ
ઈરાન સમર્થિક સંગઠન પીએમએફના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, હુમલામાં તેમના 5 સૈનિકોના મોત થયા છે. સંગઠને પહેલા હુમલા માટે ઈઝરાયલ પર શંકા વ્યક્ત કરી હતી. પીએમએફ શિયા લડાકુનું એક ગ્રૂપ છે. તે ઓફિશિયલી રીતે ઈરાકી સેનામાં સામેલ છે. રોકેટ હુમલામાં મૃત્યુ પામેલા મહુંદિસ સંગઠનના ઉપ પ્રમુખ હતા. ઈરાકમાં અમેરિકન સેના વિરુદ્ધ જવા માટે ટ્રમ્પ પ્રશાસને તેમને બ્લેકલિસ્ટ કર્યા હતા.

ઈરાકમાં ઈરાન સમર્થિત સંગઠનને ટાર્ગેટ કરી રહ્યું છે અમેરિકા
અમેરિકા હાલ ઈરાકમાં ઈરાન સમર્થિત કતૈબ હિજબુલ્લા વિદ્રોહીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. બે સપ્તાહ પહેલા અમેરિકાએ કરેલી એરસ્ટ્રાઈકમાં સંગઠનના 25 લડાકુના મોત થયા છે. અમેરિકાનું કહેવું છે કે, તેમણે હુમલો ઈરાકમાં અમેરિકન્સ સિવિલયન કોન્ટ્રાક્ટરના મોતનો બદલો લેવા માટે કર્યો છે. કતૈબ હિજ્બુલ્લાના લીડરે હુમલા માટે અમેરિકાને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી.

ઈરાનના હુમલામાં અમેરિકાને કોઈ નુકસાન નથી થયું
એક દિવસ પહેલાં ઈરાને ઈરાકમાં આવેલા બે અમેરિકન સૈન્ય બેઝ પર 22 મિસાઈલ છોડી હતી. ઈરાને દાવો કર્યો હતો કે અનબરમાં એન એલ-અસદ એર બેઝ પર ઈરબિલના એક ગ્રીન ઝોન પર કરવામાં આવેલા હુમલામાં અમેરિકાના 80 સૈનિકોના મોત થયા છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો ખોટો ગણાવ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે ઘટના સાથે જોડાયેલી અમુક સેટેલાઈટ તસવીરો શેર કરી છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે, ઈરાને ખૂબ સમજણથી અમેરિકાના ઠેકાણાઓ પર મિસાઈલ ટાર્ગેટ કરી છે અને તેના કારણે અંદાજે 7 ઈમારતોને નુકસાન થયું છે.

ઈરાને જાણી જોઈને અમેરિકન સેનાને ટાર્ગેટ કરવાનો મોકો ચૂક્યો
ટ્રમ્પ પ્રશાસનના એક ઓફિસરના જણાવ્યા પ્રમાણે ઈરાને જાણી જોઈને બેઝ પર સૈનિકોને ટાર્ગેટ કર્યા નથી અને મિસાઈલ આજુ-બાજુના વિસ્તારોમાં છોડી છે. જોકે જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ માર્ક માઈલીએ કહ્યું કે, ઈરાન કદાચ અમેરિકાના વાહનો અને એરક્રાફ્ટને નુકસાન પહોંચાડવા માંગતા હતા. તેથી તેમણે પ્રમાણે મિસાઈલ ટાર્ગેટ કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post