• Home
  • News
  • અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત:12 કલાકથી ગુમ હતો, માતાએ શોધવા માટે મદદ માગી; અંતે યુનિવર્સિટી કેમ્પસમાંથી લાશ મળી
post

જેણે આશરો આપ્યો તેણે જ હથોડીના 50 ઘા માર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 16:50:33

અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં રવિવારે એક ભારતીય વિદ્યાર્થી નીલ આચાર્યનું મોત થયું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને રવિવારે સવારે 11:30 વાગ્યે પર્ડ્યુ યુનિવર્સિટી કેમ્પસમાં એક મૃતદેહ હોવાનો અહેવાલ મળ્યો હતો. આ પછી પોલીસે નીલના મોતની પુષ્ટિ કરી હતી.

વાસ્તવમાં નીલની માતા ગૌરી આચાર્યએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે નીલ લગભગ 12 કલાકથી ગુમ હતો. શનિવારે જ્યારે તે કેબ દ્વારા કોલેજ પહોંચ્યો ત્યારે તેને છેલ્લે જોવામાં આવ્યો હતો. આ પોસ્ટ પછી શિકાગોમાં હાજર ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું હતું કે તેઓ પર્ડ્યુ યુનિવર્સિટીના સંપર્કમાં છે. નીલને શોધવાના પ્રયાસો ચાલુ છે.

મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી
નીલનું મૃત્યુ કેવી રીતે થયું એ અંગે હજુ સુધી માહિતી મળી નથી. યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નીલના મૃત્યુ અંગે ઈમેલ દ્વારા જાણ કરી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થી અખબાર, પર્ડ્યુ એક્સપોનન્ટ અનુસાર, કૉલેજ વહીવટીતંત્રે એક ઈમેલમાં જણાવ્યું હતું કે નીલ તરીકે ઓળખાતા વિદ્યાર્થીની લાશ કેમ્પસમાંથી મળી આવી હતી. મૃતદેહ પાસે નીલનું આઈડી પ્રૂફ પણ હતું.

તેના મિત્ર અને રૂમમેટ આર્યન ખાનોલકરે કહ્યું- નીલ એક સારી વ્યક્તિ હતી અને અમે બધા તેને હંમેશાં યાદ રાખીશું. નીલ આચાર્ય વર્ષ 2022થી પર્ડ્યુ યુનિવર્સિટીની જોન માર્ટિન્સન ઓનર્સ કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સમાં ડબલ મેજર કરી રહ્યો હતો. તેણે પુણેથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

જેણે આશરો આપ્યો તેણે જ હથોડીના 50 ઘા માર્યા

અગાઉ આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે લગભગ 15 દિવસ પહેલાં એક અન્ય અમેરિકન રાજ્ય જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની હત્યા કરવામાં આવી હતી. આ મામલાની માહિતી રવિવારે સામે આવી. ફોક્સ ન્યૂઝ અનુસાર, 25 વર્ષીય વિદ્યાર્થી વિવેકના માથા પર એક વ્યક્તિએ હથોડીના 50 ઘા માર્યા હતા. વિવેક ફૂડ માર્ટમાં કામ કરતો હતો.

વિવેક એક ફૂડ માર્ટમાં કામ કરતો હતો. સ્ટોરની બહાર એક માણસ આવતો હતો, જેની પાસે રહેવા માટે કોઈ ઘર પણ નહોતુ. વિવેક અને સ્ટોરના અન્ય કર્મચારીઓએ આ ઘરવિહોણી વ્યક્તિને રહેવા માટે જગ્યા આપી હતી. તે અહીં જ રહેતી હતી, પરંતુ 16 જાન્યુઆરીએ જ્યારે વિવેકે તેને જગ્યા ખાલી કરવા કહ્યું ત્યારે તેણે ગુસ્સામાં આવીને વિવેકની હત્યા કરી નાખી.


adv

Related News

post
post
post
post
post
post
post