• Home
  • News
  • ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની H-1B વિઝાધારકોના જીવનસાથીની વર્ક પરમિટ બ્લોક ન કરવા કોર્ટમાં અપીલ
post

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વૉશિંગ્ટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા સરકારના એ નિયમને રોકવાની અપીલ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-08 11:12:59

વૉશિંગ્ટન: અમેરિકામાં રહેતા હજારો ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વૉશિંગ્ટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા સરકારના એ નિયમને રોકવાની અપીલ કરી છે, જેમાં કેટલીક શ્રેણીમાં એચ-1બી વિઝાધારકોનાં પતિ કે પત્નીને દેશમાં કામ કરવાની મંજૂરી અપાય છે. ગૃહમંત્રાલયે કોર્ટમાં દલીલ કરી છે કે, એચ-4 વિઝાધારકોને કામ કરવાની મંજૂરી આપતા 2015ના આદેશને પડકારતા અમેરિકન પ્રોફેશનલ્સને આ પ્રકારની મંજૂરીથી કોઈ નુકસાન જ નથી. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીએઆઈએસ) દ્વારા એચ-1બી વિઝાધારકોના પરિવારના સભ્યો (પતિ-પત્ની અને 21 વર્ષથી ઓછી વયનાં સંતાનો)ને એચ-4 વિઝા જારી કરાય છે, જેમાં મોટા ભાગના પ્રોફેશનલ ભારતીય છે. 2017 સુધી યુએસસીએઆઈએસએ આશરે 1.27 લાખ લોકોને એચ-4 વિઝાની મંજૂરી આપી હતી. આ વિઝા સામાન્ય રીતે એ લોકોને અપાય છે, જેમણે પહેલા જ રોજગાર આધારિત કાયદાકીય સ્થાયી નિવાસનો દરજ્જો હાંસલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

adv

Related News

post
post
post
post
post
post
post