• Home
  • News
  • રવિવારે દેશના ઘણાં રાજ્યોમાં એપ્રિલ-મે જેવું લૉકડાઉન જોવા મળ્યું
post

કોરોનાના કેસ વધતાં ઘણા રાજ્યોએ વિકએન્ડમાં લૉકડાઉનનો નિર્ણય લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 09:13:52

નવી દિલ્હી: કોરોનાના કેસ વધતાં દેશના ઘણાં રાજ્યોના મોટા શહેરોમાં રવિવારે કડક લૉકડાઉન રખાયું. ભોપાલ, લખનઉ, બેંગ્લુરુ અને ચેન્નઇ જેવા શહેરોના રસ્તા લૉકડાઉનના કારણે સૂમસામ રહેતાં એપ્રિલ-મે દરમિયાન દેશભરમાં લાગુ કરાયેલા લૉકડાઉનની યાદ તાજી થઈ.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે વિકએન્ડમાં સંપૂર્ણ લૉકડાઉનનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત રાજ્યમાં હવે વેપાર-ધંધા, ઓફિસો અને બજારો અઠવાડિયાના પાંચ દિવસ જ ખૂલશે, શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહેશે.  જોકે, તે દરમિયાન જીવનજરૂરી સેવા ચાલુ રહેશે. અહીં શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન શરૂ થઇ ચૂક્યું છે. 55 કલાકના લૉકડાઉનની અસર બજારોમાં પણ દેખાઇ.

નોઇડા સહિત રાજ્યના મોટા ભાગના શહેરોના મોટા બજાર સંપૂર્ણપણે બંધ રહ્યા. માત્ર જીવનજરૂરી ચીજોની દુકાનો જ ખુલી. જોકે, આ લૉકડાઉનમાં ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post