• Home
  • News
  • લદ્દાખમાં સીમા વિવાદ:આર્મી ચીફ આજે લેહમાં સેનાની તૈયારીઓ જોશે, પેંગોન્ગમાં ભારત-ચીન સૈનિકો 6 દિવસથી સામસામે
post

પૂર્વી લદ્દાખના પેંગોન્ગ ઝીલ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે તણાવ થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 11:54:36

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે આજે લેહની મુલાકાતે જવાના છે. તેઓ શુક્રવારે પણ અહીં જ રહેશે. આ દરમિયાન સીનિયર ફિલ્ડ કમાન્ડર તેમને લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલની હાલની સ્થિતિ વિશે માહિતી આપશે. આર્મી ચીફ ચીન સાથે ચાલી રહેલા તણાવ દરમિયાન ભારતીય સેનાની તૈયારીઓ જોશે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આર્મી ચીફની મુલાકાત એ સમયે થઈ રહી છે જ્યારે વાતચીત છતા ચીન ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યું છે. 29-30ની રાત્રે અને ફરી 1 સપ્ટેમ્બરે ચીની સૈનિકોએ લદ્દાખમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જેને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post