• Home
  • News
  • 60 વર્ષથી વધુ ઉંમરના અરુણ લાલ બંગાળ અને વોટમોર વડોદરાની ટીમને કોચિંગ નહિ આપી શકે
post

66 વર્ષીય વોટમોરને આ વર્ષે એપ્રિલમાં જ વડોદરાના કોચ અને ક્રિકેટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 10:36:23

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે ઘરેલૂ ક્રિકેટને ફરી શરૂ કરવા માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન્સને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી હતી. તેના અનુસાર 60 વર્ષથી વધુ ઉંમરના ગ્રાઉન્ડ સ્ટાફ, અમ્પાયરો, અધિકારીઓ અને કોચને ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવાની મંજૂરી મળશે નહિ. તેથી બંગાળ ટીમના કોચ અરુણ લાલ અને વડોદરાના કોચ ડેવ વોટમોર ટીમને ટ્રેનિંગ નહિ આપી શકે.

66 વર્ષીય વોટમોરને આ વર્ષે એપ્રિલમાં જ વડોદરાના કોચ અને ક્રિકેટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા, જ્યારે 65 વર્ષીય અરુણ લાલના કોચિંગમાં બંગાળ આ વર્ષે માર્ચમાં રણજી ટ્રોફીની ફાઇનલ રમ્યું હતું.

BCCIએ એક દિવસ પહેલા કોરોના ગાઇડલાઈન રજૂ કરી હતી. BCCIના 100 પેજના SOP અનુસાર, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર, કોચ, ગ્રાઉન્ડ સ્ટાફ, જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, જેઓ ડાયાબિટીઝ, ફેફસાના રોગ, નબળી ઇમ્યુનિટી અથવા અન્ય કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવે છે, તેમનું કોરોના સંક્રમિત થવાનું જોખમ વધારે છે. તેવામાં સરકારની સૂચના મુજબ આ લોકોને મેદાન પર જવાની મંજૂરી આપવામાં આવશે નહિ.

વોટમોરનું ટીમ સાથે જોડાવવું મુશ્કેલ: BCA

·         આ બાબતે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના અધિકારીએ સોમવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે SOP બાદ ઓસ્ટ્રેલિયન કોચ ડેવ વ્હોટમોરનું અમારી ટીમ સાથે જોડાવવું મુશ્કેલ થઈ રહ્યું છે.

·         બોર્ડે 60 વર્ષથી વધુ ઉંમરના કોચને ગ્રાઉન્ડની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

·         તે જ સમયે, આ બાબતે BCCIના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, કોઈપણ ટીમ માટે SOPના નિયમોનું ઉલ્લંઘન કરવું ખૂબ મુશ્કેલ હશે.

·         તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અરૂણ લાલ અને વોટમોર જેવા કોચને બહાર રહેવું પડશે.

ખેલાડીઓની સુરક્ષા સ્ટેટ એસોસિએશન્સની જવાબદારી

·         બોર્ડે સ્ટેટ ક્રિકેટ એસોસિએશનોને જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની સ્થિતિ અનુસાર આ ગાઇડલાઇન બદલાતી રહેશે. બધા સંગઠનોએ તેનું પાલન કરવું પડશે.

·         કોઈપણ પ્રકારની તાલીમ અથવા પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા, તમામ ક્રિકેટ એસોસિએશનોને સ્થાનિક વહીવટની મંજૂરી લેવી પડશે.

·         સ્ટેટ ક્રિકેટ એસોસિએશનો ખેલાડીઓ, સ્ટાફ અને હિસ્સેદારોની સલામતી માટે જવાબદાર રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post