• Home
  • News
  • કોંગ્રેસ નેતાની ધરપકડ મામલે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું ‘અમે INDIA ગઠબંધન માટે...’
post

કોંગ્રેસ નેતા ખૈરાની ધરપકડ બાદ કેજરીવાલે કહ્યું, હું આ મામલે પોલીસ પાસેથી વિગતો માંગીશ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-29 16:48:07

પંજાબમાં ડ્રગ્સ મામલે (Punjab Drugs Case) કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરા (Congress Leader Sukhpal Singh Khaira)ની ધરપકડ કરવામાં આવી છે. ખૈરા ગુરુવારે ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે મોટો હંગામો જોવા મળી રહ્યો છે અને INDIA ગઠબંધનમાં વિવાદ શરૂ થયો હોવાની વાતો વહેતી થઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબના ઘણા નેતાઓ પર કેસ નોંધાયા છે અને તેમાં કેટલાક પૂર્વ મંત્રીઓ પણ સામેલ છે. આવી સ્થિતિમાં ઈન્ડિયા ગઠબંધનની એકતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)ને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે, અમે INDIA ગઠબંધનની સાથે છીએ...

‘પંજાબ પોલીસની કાર્યવાહી અટકવાની નથી’

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધન માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આપ ઈન્ડિયા ગઠબંધનથી ક્યારે અલગ નહીં થાય, તેમજ ગઠબંધનના ધર્મને નિભાવવા પણ સંપૂર્ણ કટિબદ્ધ છીએ... જોકે તેમણે એવો સંદેશો પણ આપ્યો કે, પંજાબ પોલીસની કાર્યવાહી અટકવાની નથી... આ મામલે હું કોઈ એક વ્યક્તિ પણ ટિપ્પણી નહીં કરું... આ મામલાની વિગતો અંગે તમારે પંજાબ પોલીસ સાથે વાત કરવી પડશે... પંજાબમાં નશાનો ધંધો વધી રહ્યો છે અને તેની ઉપર સકંજો કસવા ભગવંત માન સરકાર (Bhagwant Mann Government) કામ કરી રહી છે.

અમારો ઉદ્દેશ્ય માત્ર નશાના કારોબારને રોકવાનો : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મારા ધ્યાને આવ્યું છે કે, પંજાબ પોલીસે (Punjab Police) ગઈકાલે ડ્રગ્સ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી છે... તેમણે કહ્યું કે, આ મામલે મારી પાસે વિગતો નથી... વિગતો મેળવવા તમારે પંજાબ પોલીસ સાથે વાત કરવી પડશે. તેમણે કહ્યું કે, અમે ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે... આ યુદ્ધમાં કોઈ મોટો વ્યક્તિ હોય કે કોઈ નાનો, કોઈને છોડવામાં નહીં આવે... આ મામલે હું કોઈ એક વ્યક્તિ પણ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી... અમારો ઉદ્દેશ્ય માત્ર નશાના કારોબારને રોકવાનો છે.

પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પ્રતિસ્પર્ધી

ઉલ્લેખનિય છે કે, પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને કોંગ્રેસ પ્રતિસ્પર્ધી છે અને રાષ્ટ્રીય સ્તરે INDIA ગઠબંધનમાં સાથે છે... આવી સ્થિતિમાં આ રાજ્યોમાં એકતા કેવી રીતે થશે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ ધરપકડ મામલે પંજાબ અને દિલ્હી બંનેમાં કોંગ્રેસ યુનિટ્સે વિરોધ કર્યો છે.

ખડગે પણ કાર્યવાહી મામલે આશ્ચર્યમાં

સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ મામલે પોલીસની કાર્યવાહી બાદ કોંગ્રેસ નેતાઓ ભડકી ઉઠ્યા છે. ખૈરાએ તો એવું બોલી નાખ્યું કે, ભગવંત માને મને મારી નાખવા માંગે છે અને મારુ મર્ડર પણ કરાવી શકે છે. એટલું જ નહીં મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) પણ કાર્યવાહીથી ભડક્યા છે. તેમણે કહ્યું કે, હું આ મામલે માહિતી મેળવીશ... કોઈપણ મામલો હોય, જો અન્યાય થાય તો તે લાંબો સમય ટકતો નથી. અન્યાયની ઉંમર વધુ હોતી નથી...

adv

Related News

post
post
post
post
post
post
post