• Home
  • News
  • જૂન સુધી અમેરિકામાં કોરોનાના દરરોજ 2 લાખ નવા દર્દી, દરરોજ 3000 મૃત્યુની આશંકા
post

ઓગસ્ટની શરૂઆત સુધી અમેરિકામાં ચેપથી 1,35,000 મૃત્યુ થશે: ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 08:48:37

વોશિંગ્ટન: અમેરિકા માટે આવનાર જૂન મહિનો  કોરોના સંકટ વચ્ચે ભયાવહ સ્વરૂપ ધારણ કરી શકે છે. ટ્રમ્પ સરકારના એક આતંરિક રિપોર્ટની માનીએ તો જૂનમાં અમેરિકામાં ચેપના દરરોજ 2 લાખ નવા કેસ સામે આવશે અને 3000 મૃત્યુ થશે. વ્હાઈટ હાઉસે અધિકારીઓને મંજૂરી વિના જ કોંગ્રેસમાં નિવેદન આપતાં પણ અટકાવી દીધા છે.


ગત 7 અઠવાડિયાથી તમામ રાજ્યો બંધ છે

રિપોર્ટમાં કહેવાયું છે કે હાલ અમેરિકામાં ચેપથી દરરોજ થતાં મૃત્યુની સંખ્યા 1750 છે, જેમાં 70 ટકા વધારો થઈ શકે છે. જ્યારે ચેપના દરરોજ આવતા 25,000થી વધુ કેસ વધીને 2 લાખને આંબી શકે છે. આ અંદાજ ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના બનાવેલા પબ્લિક મોડેલ આધારિત છે. મનાય છે કે ચેપના આંકડાને જાણીજોઈને એટલા માટે ઓછા બતાવઈ રહ્યાં છે કેમ કે ગત 7 અઠવાડિયાથી તમામ રાજ્યો બંધ છે અને તેની અસર સીધી રીતે અમેરિકી અર્થતંત્ર પર થઇ રહી છે. જોકે નિષ્ણાતો પહેલાંથી કહી ચૂક્યા છે કે જો તમામ રાજ્યો ફરીથી ખોલવામાં આવશે તો પરિણામ ભયાવહ રહેશે. 


વ્હાઈ હાઉસ ચીફને પૂછ્યાં વિના નિવેદન ન આપતા
વ્હાઈટ હાઉસની કોરોના વાઈરસ ટાસ્કફોર્સના અધિકારીઓને કહ્યું છે કે તે પ્રેસ અને કોંગ્રેસના ચીફ માર્ક મિડોની મંજૂરી વિના કોઈ નિવેદન નહીં આપે. આ આદેશ સંબંધિત ઈમેઈલ ન્યુયોર્ક ટાઈમ્સ પાસે છે. સ્ટેટ, હેલ્થ, હ્યૂમન સર્વિસિઝ ઉપરાંત હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓને પણ સામે આવતા રોકી દેવાયા છે. 


4  
ઓગસ્ટ સુધી મૃત્યુની સંખ્યા વધશે : ઈન્સ્ટિટ્યૂટ
બીજી બાજુ વૉશિંગ્ટન યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ અનુસાર ઓગસ્ટની શરૂઆત સુધી અમેરિકામાં ચેપથી 1,35,000 મૃત્યુ થશે. આ આંકડો ગત 17 એપ્રિલે થનાર મૃત્યુના આંકડાથી બમણો છે જેમાં 4 ઓગસ્ટ સુધી 60,308 મૃત્યુ થશે તેવું જણાવાયું હતું. ઈન્સ્ટિટ્યૂટે નિવેદનમાં કહ્યું કે 11 મે સુધી તમામ 31 અમેરિકી રાજ્યોમાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગને નકારવાને લીધે ચેપ વધશે. રવિવારે જ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના ચેપથી 1 લાખથી વધુ મૃત્યુ થવાની આશંકા છે. પણ મૃત્યુના આ આંકડા તેમની સરકારના જ આંતરિક રિપોર્ટથી જુદા છે. બીજી બાજુ વ્હાઈટ હાઉસના પ્રવક્તા જૂડ ડેરીએ કહ્યું કે આ આંકડા ટાસ્ક ફોર્સ દ્વારા એકઠાં કરાયેલાં નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post