• Home
  • News
  • કેટરીનાને ખુલતા કપડાંમાં જોતાં જ પ્રેગ્નન્સીની ચર્ચા થવા લાગી, ચાહકોએ કહ્યું- 'કપલ જલ્દી જાહેરાત કરે'
post

કેટરીનાએ ગયા વર્ષે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 18:17:04

બોલિવૂડ એક્ટ્રેસ સોમવાર, 15 ઓગસ્ટની રાત્રે શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફરી હતી. એરપોર્ટ પર કેટરીના ફેન્સી આઉટફિટને બદલે એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. કેટરીનાને ખુલતા કપડાં જોઈને સો.મીડિયા યુઝર્સમાં ચર્ચા થવા લાગી કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે.

કેટરીના ટી-શર્ટમાં જોવા મળી
કેટરીના કૈફ ટી શર્ટ તથા ઓરેન્જ જોગર્સમાં હતી. મુંબઈ એરપોર્ટ પર કેટરીનાની તસવીરો ને વીડિયો વાઇરલ થયા હતા. કેટરીનાને લુઝ આઉટફિટમાં જોતાં જ સો.મીડિયા યુઝર્સ કહેવા લાગ્યા કે કેટરીના પ્રેગ્નન્ટ છે. એક યુઝરે કહ્યું હતું કે કેટરીનાનો બેબી બમ્પ દેખાય છે. આશા છે કે તેઓ ટૂંક સમયમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરશે. અન્ય એકે કહ્યું હતું કે કેટરીના પ્રેગ્નન્ટ જ છે. કેટલાંક યુઝર્સે કેટરીનાની ચાલવાની સ્ટાઇલના વખાણ કર્યા હતા.

થોડાં દિવસ પહેલાં જ કેટને ધમકી મળી હતી
બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે કહ્યું હતું કે સો.મીડિયામાં એક વ્યક્તિ તેને તથા કેટરીનાને હેરાન કરે છે અને તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ બાદ પોલીસે મનવિંદર સિંહની ધરપકડ કરી હતી.

ગયા વર્ષે લગ્ન કર્યા
કેટરીનાએ ગયા વર્ષે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો જ હાજર રહ્યાં હતાં. બંને એકબીજાને 2019થી ડેટ કરતા હતા. કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'મેરી ક્રિસમસ'માં જોવા મળશે. આ ઉપરાંત તેની ફિલ્મ 'ફોન ભૂત' રિલીઝ માટે તૈયાર છે. કેટરીના ફિલ્મ 'જી લે ઝરા'માં પ્રિયંકા ચોપરા તથા આલિયા ભટ્ટ સાથે કામ કરશે. વિકી કૌશલ 'ગોવિંદા નામ મેરા', 'ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી' તથા સારા અલી ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post