• Home
  • News
  • Asian Games 2023: ભારતના ખાતામાં વધુ એક મેડલ, 2014 બાદ મેન્સ સ્ક્વોશમાં જીત્યો ગોલ્ડ
post

મેન્સ સ્ક્વોશ ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-30 18:20:15

Asian Games 2023 India Won Gold In Squash : એશિયન ગેમ્સ 2023ના સાતમાં દિવસે ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. સાતમાં દિવસની શરૂઆતમાં ભારતને શૂટિંગમાં સિલ્વર મળ્યો હતો. ત્યારબાદ ભારતીય ટેનિસ જોડી રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ભારતને સાતમાં દિવસનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. હવે ભારતીય મેન્સ ટીમે સ્ક્વોશમાં પાકિસ્તાનને 2-1(India Beat Pakistan)થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી

મેન્સ સ્ક્વોશ ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. પાકિસ્તાને પ્રથમ મેચ જીતી હતી જો કે બીજી મેચમાં ભારતે વાપસી કરી જીત નોંધાવી હતી. અભયે ત્રીજા સેટમાં પાછળ હોવા છતાં જબરદસ્ત વાપસી કરી અને 4 પોઈન્ટ્સ લઇ સેટ પોતાના નામે કર્યો હતો. છેલ્લી મેચમાં અભય સિંહે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતના ખાતામાં 10મો ગોલ્ડ મેડલ આવી ગયો છે. હવે ભારતના ખાતામાં કુલ 35 મેડલ થઇ ગયા છે.



adv

Related News

post
post
post
post
post
post
post