• Home
  • News
  • Asian Games : નીરજ ચોપરાએ ભારતને અપાવ્યો ગોલ્ડ, ચોથા થ્રોમાં 88.88 મીટર દૂર ફેંક્યો ભાલો, કિશોરે જીત્યું સિલ્વર મેડલ
post

નીરજ ચોપરાએ ફરી એકવાર જબરદસ્ત પ્રદર્શન કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-04 19:16:20

ચીનના હાંગઝોઈ એશિયન ગેમ્સ (Asian Games 2023) માં ભારતીય ખેલાડીઓ ધાકડ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ભારત (India)ના નીરજ ચોપરાનો જેવલિન થ્રો (ભાલા ફેંક) ઈવેન્ટ હતી. જેમાં નીરજ ચોપરાએ ફરી એકવાર  ભાલા ફેંક(javelin-throw)માં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતને ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવ્યો છે. નીરજની સાથોસાથ કિશોર જેનાએ પણ સારું પરફોર્મ કર્યું છે. તેમણે પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. કિશોર બીજા નંબર પર રહ્યા. તેમને સિલ્વર મેડલ મળ્યું છે. 

નીરજ ચોપરા (Neeraj Chopra Gold) અને કિશોર જેના (kishor jena Silver) બંનેના છેલ્લા પ્રયાસ ફાઉલ રહ્યા. પરંતુ નીરજે ગોલ્ડ મેડલ અને કિશોરે સિલ્વર મેડલ જીતી લીધો છે. નીરજનો બેસ્ટ થ્રો 88.88 મીટર અને કિશોરનો 87.54 મીટર રહ્યો. એવું ઈતિહાસમાં પહેલીવાર થયું છે, જ્યારે જેવલિનમાં ભારતે એક સાથે આ બંને મેડલ જીત્યા હોય.

કિશોર જેનાના પ્રયાસ

પહેલો થ્રો: 81.26 મીટર
બીજો થ્રો: 79.76 મીટર
ત્રીજો થ્રો: 86.77 મીટર
ચોથો થ્રો: 87.54 મીટર
પાંચમો થ્રો: ફાઉલ
છઠ્ઠો થ્રો: ફાઉલ

નીરજ ચોપરાના પ્રયાસ

પહેલો થ્રો: 82.38 મીટર
બીજો થ્રો: 84.49 મીટર
ત્રીજો થ્રો: ફાઉલ
ચોથો થ્રો: 88.88 મીટર
પાંચમો થ્રો: 80.80 મીટર
છઠ્ઠો થ્રો: ફાઉલ

પુરુષ 4*400 રિલે રેસમાં મળ્યો ગોલ્ડ

ભારતને પુરુષ 4*400 રિલે રેસમાં મોટી ઉપલબ્ધિ હાંસલ થઈ. પુરુષ ટીમે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેની સાથે જ અત્યાર સુધીમાં ભારતના ખાતામાં 18 ગોલ્ડ અને 31 સિલ્વર સહિત કુલ 81 મેડલ થઈ ગયા છે.

ભાલા ફેંક સ્પર્ધામાં ચીને કરી હતી ગડબડ!

ભારતના નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા માટે મેદાનમાં ઉતર્યા હતા. આ ગેમની શરૂઆતમાં જ ગડબડી થઇ ગઇ હતી. ટેકનિકલ કારણોસર એશિયન ગેમ્સની પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં કેટલીક ખામીઓ આવી હતી, જેના કારણે ભારતીય ખેલાડીઓને નુકસાન સહન કરવું પડ્યું હતું.

નીરજના થ્રો પર સ્કોર અપાયો ન હતો

સૌથી પહેલાં ચાઈનીઝ તાઈપેઈનો સન ચેંગ ચાઓ થ્રો માટે આવ્યો હતો, પરંતુ તેનો થ્રો ફાઉલ ગયો. આ પછી નીરજ ચોપરા થ્રો માટે આવ્યા હતા. તેમણે ભાલો ફેંક્યો, પરંતુ તેમનો સ્કોર બતાવવામાં ન આવ્યો. આ પછી કુવૈતના અબ્દુલ રહેમાન અલાજેમીએ પણ થ્રો કર્યો અને તેનો સ્કોર પણ જાહેર થયો ન હતો.

આ પછી લગભગ 15 મિનિટ સુધી રમત રોકી દેવામાં આવી હતી. નીરજા ચોપરા લાંબા સમય સુધી અધિકારીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. શું થયું તે કોઈને ખબર ન પડી.

બેંકગ્રાઉન્ડમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કોચ તેમના મોબાઈલ પર કંઈક કરતા જોવા મળ્યા હતા. એશિયાડના અધિકારીઓ એકબીજા સાથે અને હવે નીરજ સાથે વાત કરતા રહ્યા. થ્રો બાદ નીરજે જેકેટ પહેર્યું હતું. નીરજ આવી ગરબડથી ખુશ દેખાતો નહોતો. તેનો પ્રથમ થ્રો લગભગ 87 મીટર હતો, જે રદ કરવામાં આવ્યો હતો. ટેક્નિકલ ખામીને કારણે નીરજને ફરીથી થ્રો કરવુ પડ્યું હતુ. 

નીરજા ચોપરાનો પહેલો થ્રો 82.38 મીટર હતો. તે હાલમાં પ્રથમ સ્થાને છે. તેમના પછી બીજા સ્થાને ભારતના જ કિશોર જેના જેમણે 81.26 મીટરનો થ્રો કર્યો હતો. જાપાનના ગેન્કી ડીન 78.87ના થ્રો સાથે ત્રીજા સ્થાને છે.

નીરજા ચોપરા બીજો થ્રો 84.49 મીટર હતો. તેણે તેના અગાઉના થ્રોમાં સુધારો કર્યો. તે હજુ પણ પ્રથમ સ્થાને યથાવત છે. જેનાનો બીજો થ્રો 79.76 મીટર હતો. જે બીજા સ્થાને છે. 

ભારતના મહાન એથ્લેટ્સમાંના એક નીરજ ચોપરાનું કામ સરળ થઇ શકે છે કારણ કે, તેમના હરીફ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અરશદ નદીમ ઘૂંટણની જૂની ઈજાને કારણે રમતોમાંથી ખસી ગયા છે.  

વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ નદીમ સામે અત્યાર સુધી મળીને કુલ નવ વખત હરીફાઈ કરી છે. જેમાં પાકિસ્તાની ખેલાડી ત્રીજા અને ભારતીય ખેલાડી ટોચ પર હતા. જોકે, નીરજ ચોપરા હજુ સુધી 90 મીટરનું અંતર કાપવામાં સફળ રહ્યો નથી, જ્યારે નદીમે આ સિદ્ધિ મેળવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post