• Home
  • News
  • વિધાનસભા સ્પીકર નાર્વેકરે ઉદ્ધવ ઠાકરેને ભાવિ મુખ્યમંત્રી ગણાવ્યાં, ભાન થતાં ભૂલ સુધારી
post

નિર્ણય આવે તે પહેલા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથે ફિક્સિંગનો આરોપ લગાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-10 16:02:54

મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા અંગેની નોટિસ પર આજે નિર્ણય આવશે. નિર્ણય આવે એ પહેલા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથે ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ નિર્ણયના બે દિવસ પહેલા સીએમ એકનાથ શિંદે અને સ્પીકર રાહુલ નાર્વેકર વચ્ચેની બેઠક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે હું પણ મુખ્યમંત્રી હતો અને જ્યારે સ્પીકરને મળવાનું હોય ત્યારે તેઓ ઉભા થઈને જતા નથી પરંતુ મુખ્યમંત્રીને બોલાવે છે. વાત માત્ર સ્પીકર અને મુખ્યમંત્રીની નથી. સ્પીકર ટ્રિબ્યુનલ છે અને મુખ્યમંત્રી આરોપી છે. શું એક જજ આરોપીને મળી શકે? આ આશંકા ઉભી થાય છે કે શું કોઈ મિલીભગત છે?

સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના આરોપોને નકારી કાઢ્યા

બીજી તરફ સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના આરોપોને નકારી કાઢ્યા છે. સ્પીકર રાહુલ નાર્વેકરે ઉદ્ધવના આરોપોને નકારી કાઢતા તેને બંધારણનું અપમાન ગણાવ્યું છે. તેમણે એક દિવસ પહેલા જ ગોવા જતી વખતે એરપોર્ટના લોન્જમાં અનિલ દેસાઈ અને જયંત પાટીલ સાથેની મુલાકાત અને વાતચીતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, શું આનો અર્થ એ છે કે અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા થઈ? ઉદ્ધવ ઠાકરેના આરોપોને પાયાવિહોણા ગણાવતા સ્પીકરે કહ્યું કે આવા નિવેદનોનો એક જ હેતુ છે, નિર્ણય પ્રક્રિયા પર દબાણ લાવવાનો.

સ્પીકર નાર્વેકરે લોથ મારી: ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યાં ભાવિ મુખ્યમંત્રી

આ દરમિયાન સ્પીકર નાર્વેકરે લોથ મારી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેને ભાવિ મુખ્યમંત્રી ગણાવી દીધા હતા પરંતુ ભૂલ થઈ હોવાની ભાન થતાં તરત જ પોતાની ભૂલ સુધારી દીધી હતી. તેમણે કહ્યું કે, હું સમજી શકું છું કે, જે વ્યક્તિ ભાવિ મુખ્યમંત્રી, ભાવિ નહીં તેને શું કહેવાય ભૂતપૂર્વ. ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે તેમને ખબર હોવી જોઈએ કે, વિધાનસભા અધ્યક્ષનું કાર્ય શું હોય છે અને તેમની જવાબદારી શું હોય છે.

ઉદ્ધવ ઠાકરેએ સીએમ શિંદે અને રાહુલ નાર્વેકરની બેઠક પર સવાલ ઉઠાવ્યા

સ્પીકર નાર્વેકરે આગળ કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંને વિધાનમંડળ બોર્ડના સભ્ય હોય છે. કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો વિધાનમંડળ બોર્ડ વિશે લેવાના હોય ત્યારે બંને વચ્ચે ચર્ચા જરૂરી છે. અયોગ્યતાની નોટિસના બે દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેએ સીએમ શિંદે અને રાહુલ નાર્વેકરની બેઠક પર સવાલ ઉઠાવતા વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ બંને માત્ર સ્પીકર-મુખ્યમંત્રી નથી. સ્પીકર-ટ્રિબ્યુનલ છે.

adv

Related News

post
post
post
post
post
post
post