• Home
  • News
  • ઓસ્ટ્રેલિયા : PM મોદી - એન્થોની અલ્બનીઝ ઓપેરા હાઉસની મુલાકાતે, સિડની હાર્બર તિરંગાથી ઝળહળ્યો
post

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક ઉજ્જળ ભવિષ્ય:પીએમ મોદી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-24 18:32:56

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ભારત માટે મોટી ગર્વની વાત તો એ છે કે સિડની ખતે આવેલ હાર્બર તિરંગાથી ઝળહળી ઉઠ્યું હતું.

PM મોદીને મળ્યા બાદ બિઝનેસ લીડર્સે શું કહ્યું?

વાઈસટેક ગ્લોબલના સીઈઓ-ફાઉન્ડર રિચાર્ડ વ્હાઇટે પીએમ મોદી સાથે બિઝનેસ લીડર્સની રાઉન્ડ ટેબલ મીટિંગ  કરી હતી. આ પછી તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક ઉજ્જળ ભવિષ્ય છે. પીએમ ખૂબ જ સારા સ્વભાવના છે અને અમને ખાતરી આપી કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મજબૂત ભાવિ સંબંધ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો T20 મોડમાં આવ્યા : PM મોદી 

પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો T20 મોડમાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બે દેશો વચ્ચે સેતુ સમાન છે. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ આગામી દાયકામાં બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી હતી.

અમારી વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ 

પીએમએ કહ્યું કે બંને દેશો વચ્ચે ખાણ અને ખનિજોના ક્ષેત્રને લઈને સકારાત્મક ચર્ચા થઈ છે. બેઠકમાં અમે આગામી દાયકાની રણનીતિ પર ચર્ચા કરી છે. ઓસ્ટ્રેલિયા સાથે સ્થળાંતર અને ગતિશીલતા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રીન હાઇડ્રોજન પર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભારત અને ઓસ્ટ્રેલિયા આર્થિક ક્ષેત્રમાં સહયોગ કરશે.

મંદિરો પર હુમલાની ચર્ચા કરાઇ 

બેઠક દરમિયાન ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ ભાગલાવાદીઓ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો સ્વીકાર્ય નથી. બેઠકમાં સામેલ થતા પહેલા પીએમ મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ પીએમને એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ગઈકાલે એટલે કે મંગળવારે સિડનીમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોનો આધાર પરસ્પર વિશ્વાસ અને સન્માન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post