• Home
  • News
  • આયશા મલિક બનશે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ, જાણો કોણ છે આયશા મલિક
post

વર્ષ 2012માં આયશા મલિક લાહોર હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-10 11:22:11

પાકિસ્તાન જેવા દેશમાં એક મહિલા સુપ્રીમ કોર્ટના જજ બને તે એક ચમત્કાર જ કહી શકાય. આયશા મલિક પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ બનવા જઈ રહ્યા છે. દેશના ન્યાયિક પંચે તેના નામને મંજૂરી આપી દીધી છે અને હવે સંસદીય સમિતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ પડોસી દેશ એક એવો દરજ્જો મેળવી લેશે જે ત્યાંની મહિલાઓ માટે એક સ્વપ્ન સમાન કહી શકાય.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ
3
જૂન, 1966નાં રોજ જન્મેલી આયશા મલિકે કરાચી ગ્રામર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો જે બાદ કરાચીની જ ગવર્મેન્ટ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જે બાદ કાયદાના શિક્ષણ મેળવવા તેમને લાહોરની કોલેજ ઓફ લોમાંથી ડિગ્રી લીધી. આયશા મલિકે અમેરિકાની મેસાચ્યૂસેટ્સની હાવર્ડ સ્કૂલ ઓફ લોમાંથી LLMનો અભ્યાસ કર્યો. તેમની યોગ્યતાનું સન્માન કરતા તેમને 1998-1999માં 'લંડન એચ ગેમૌન ફેલો' ચૂંટવામાં આવ્યા. આયશા મલિકે પોતાના કરિયરની શરૂઆત ફખરુદ્દીન જી ઈબ્રાહિમ એન્ડ કંપનીથી શરૂ કરી અને 1997થી 2001 સુધી ચાર વર્ષ અહીં જ પસાર કર્યા. જે બાદના 10 વર્ષમાં તેઓએ ખૂબ નામ કમાવ્યું અને ઘણી પ્રખ્યાત લો ફર્મ સાથે જોડાયેલાં રહ્યાં.

2012માં લાહોર કોર્ટમાં જજ બન્યાં
વર્ષ 2012માં આયશા મલિક લાહોર હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા અને કાયદાની દુનિયામાં એક મોટું નામ બની ગયા. પોતાના નિષ્પક્ષ અને નિડર ચુકાદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતા આયશાની હાલની નિમણૂંકને લઈને કેટલાંક જજ અને વકીલોએ વિરોધ કર્યો છે. તેઓએ આયશાની વરિષ્ઠતા અને આ પદ માટે તેમની યોગ્યતા સામે સવાલ ઊભા કર્યા છે. જો કે 'વીમન ઈન લો ઈનશિએટિવ-પાકિસ્તાને' આ વિરોધના જવાબમાં આ પહેલાં 41 મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે વરિષ્ઠતા વગર નિમણૂંક કરવામાં આવી. ગત વર્ષે ન્યાયિક આયોગે આ પદ માટે આયશાની નિમણૂંકનો ઈનકાર કરી દીધો હતો.

મહિલાના અધિકારો માટે લડત
આયશા મલિક દેશમાં મહિલાના અધિકારો માટે હંમેશા લડતા રહ્યાં છે અને તેઓએ આ દિશામાં અનેક પ્રયાસો પણ કર્યા છે. તેનું એક ઉદાહરણ ગત વર્ષે આપેલો એક ઐતિહાસિક ચુકાદો છે, જેમાં બળાત્કારના મામલામાં મહિલાઓ પર કરવામાં આવતા એક વિવાદિત પરીક્ષણને તેઓએ રદ કર્યો હતો. આ પરીક્ષણ હંમેશા આરોપીઓને કાયદાના સાણસાથી બચાવતા હતા અને પીડિત મહિલાના ચરિત્ર પર શંકા ઊભી કરતા હતા. આયશા મલિકની નિમણૂંકને પાકિસ્તાનની અનેક જાણીતી વ્યક્તિઓએ સમર્થન આપ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post