• Home
  • News
  • અયોધ્યાઃ રામ મંદિરમાં થશે નવા પૂજારીઓની ભરતી, ઓનલાઈન કરી શકશે અરજી, જાણો વિગતે માહિતી
post

અરજી કરનારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે, અને પછી તેમણે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 19:41:09

Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં નવા પુજારીઓની ભરતી કરવામાં આવશે. મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઈચ્છુક વ્યક્તિઓની અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે. જેમા અરજી કરનારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પછી તેમણે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. વિશેષ ટ્રેનિંગ બાદ પુજારીની નિયુક્તિ કરવામાં આવશે. ટ્રેનિંગ દરમ્યાન દર મહિને 2000 રુપિયા આપવામાં આવશે. 

વિશેષ ટ્રેનિંગ બાદ પુજારીની નિયુક્તિ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. એક એવી પણ ધારણા છે કે, 22 જાન્યુઆરી 2024ના રોજ પીએમ  નરેન્દ્ર મોદી મંદિરના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. આ દરમ્યાન મંદિર વિસ્તારમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોતા પૂજા પાઠ વગેરે માટે ટ્રસ્ટ દ્વારા પુજારિયોની નિયુક્તિ માટેની તૈયારી કરવામાં આવી રહી છે.  

અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023

ટ્રસ્ટ દ્વારા જે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે રામ મંદિરની સેવા માટે જલ્દીથી પુજારીના જગ્યાઓ ભરવામાં આવશે. મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઈચ્છુક વ્યક્તિઓની અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 છે. જેમા અરજી કરનારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પછી પસંદગી પામેલા ઉમેદવારોને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. વિશેષ ટ્રેનિંગ બાદ પુજારીની નિયુક્તિ કરવામાં આવશે. ટ્રેનિંગ દરમ્યાન દર મહિને 2000 રુપિયા આપવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનિંગ દરમ્યાન ઉમેદવારોને રહેવા જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. 

adv

Related News

post
post
post
post
post
post
post