• Home
  • News
  • નસીબ આડેથી પાંદડુ ખસ્યું:'બાબા કા ઢાબા' થયુ હાઈ-ફાઈ, કેસ કાઉન્ટર સંભાળે છે કાંતા પ્રસાદ, કર્મચારી કરે છે કામ
post

બાબાના આ નવા ઢાબામાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે, જેનાથી તેઓ ઢાબામાં આવતી ગ્રાહકો અને પોતાના કર્મચારીઓના કામ પર નજર રાખે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 12:04:00

ઈન્ટરનેટ પર શુ વાયરલ થઈ જાય તે કોઈને ખબર હોતી નથી અને ઘણી વખત તો લોકોના જીવનમાં તેને લીધે ઘણું પરિવર્તન આવી જાય છે. દિલ્હીમાં કાંતા પ્રસાદ નામના એક વૃદ્ધ સાથે પણ આવું જ કંઈક થયું. જેઓ સમગ્ર વિશ્વમાં 'બાબા કા ઢાબા' નામથી જાણિતા થઈ ચુક્યા છે. એક સમયે નાની દુકાનમાં રસોઈ તૈયાર કરનાર અને તેનું વેચાણ નહીં થવાના સંજોગોમાં રડતા કાંતા પ્રસાદના જીવનમાં ઘણુબધુ બદલાઈ ચુક્યુ છે. બાબાએ એક મોટું હાઈ-ફાઈ ઢાબા ની શરૂઆત કરી છે. જેમા તેઓ જાતે જ કેસ કાઉન્ટર સંભાળે છે. આ નવી દુકાનનું ભાડુ ફક્ત 35 હજાર પ્રતિ મહિના છે.

બાબાના આ નવા ઢાબામાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે, જેનાથી તેઓ ઢાબામાં આવતી ગ્રાહકો અને પોતાના કર્મચારીઓના કામ પર નજર રાખે છે. ઢાબામાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વિવિધ પ્રકારની પેઈન્ટીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાબા કા ઢાબા એવા સમયે હિટ થયુ હતું કે જ્યારે એક યુટ્યુબર ગૌરવ વાસને તેમના રડતો વીડિયો બનાવ્યો હતો અને લોકોને ત્યાં આવી ભોજન કરવા અપીલ કરી હતી. ત્યારબાદ બાબા કા ઢાબે પર ગ્રાહકોની લાંબી લાઈન લાગી તે ઉપરાંત તેમને ઓનલાઈન-ઓફલાઈન લાખો રૂપિયાની મદદ પણ મળી. ત્યારબાદ બાબા અને ગૌરવ વાસન વચ્ચે વિવાદ થયો હતો.

બાબાએ ગૌરવ પર મદદમાં મળેલા પૈસા ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે બાબાને હિટ કરાવનારા યુટ્યુબર ગૌરવ વાસણે કહ્યું હતું કે તેમની ઉપર લગાવવામાં આવેલ તમામ આરોપ ખોટા છે. બાબાને કોઈ ગેરમાર્ગે દોરે છે, પોલીસ આ કેસમાં સત્યને સામે લઈ આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાબા કા ઢાબા ચલાવનાર કાંતા પ્રસાદે પોતાના જીવને જોખમ હોવાનું કહ્યું હતું. તેઓ એટલા ડરમાં હતા કે તેમને ઘરની બહાર નિકળવામાં પણ ડર લાગતો હતો. બાબાનો આરોપ છે કે તેમને સતત મારી નાંખવાની ધમકી મળી રહી છે. તેમના ઢાબાને સળગાવી નાંખવાની પણ ધમકી મળી રહી છે.

પ્રતિષ્ઠા અને સફળતા રાતોરાત કેવી રીતે કેવી રીતે નસીબ બદલી નાંખે છે તેનું ઉત્તર ઉદાહરણ બાબા કા ઢાબા ચલાવતા કાંતા પ્રસાદ છે. બાબાનો આરોપ છે કે અચાનક મળેલી આ સફળતાને લીધે અનેક લોકો તેમની ઈર્ષા કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post