• Home
  • News
  • બાબરી કેસઃ કર્ણાટકમાં 31 વર્ષ જૂના કેસમાં ધરપકડથી હોબાળો, ભાજપે કહ્યું- કોંગ્રેસને રામ મંદિર ખટકે છે
post

1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કર્ણાટકમાં થયેલી હિંસામાં આરોપી બનાવાયેલ કારસેવકની ધરપકડ કરાયા હોબાળો

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 16:59:22

હાલ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કર્ણાટકમાં 31 વર્ષ જૂના કેસમાં રામ મંદિર આંદોલનમાં સામેલ એક કારસેવકની ધરપકડ કરાયા બાદ રાજકારણ ગરમાયું છે. આ કાર્યવાહી બાદ ભાજપે કર્ણાટક સરકાર સામે બાયો ચઢાવી છે અને પૂજારીની ધરપકડને અયોધ્ય ઠેરવી છે.

પુજારીની ધરકપડ વિરુદ્ધ ભાજપ કાલે પ્રદર્શન કરશે

દરમિયાન 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ કર્ણાટકમાં હિંસાત્મક પ્રદર્શનો થયા હતા, જેમાં કારસેવક શ્રીકાંત પુજારીને આરોપી બનાવાયા હતા. હવે આ મામલે 31 વર્ષ બાદ તેમની ધરપકડ કરાઈ છે. આ ઘટના બાદ ભાજપે પુજારીની ધરપકડને અયોગ્ય ઠેરવી છે. ભાજપે કહ્યું કે, કર્ણાટક સરકાર કારસેવકને જાણીજોઈને હેરાન કરી રહી છે. SDPI અને PFIને ફ્રીમાં છોડી દેનારાઓ જાણીજોઈને 31 વર્ષ બાદ રામભક્તોની ધરપકડ કરી રહી છે. કોંગ્રેસને કોંગ્રેસને રામ મંદિર ખટકી રહ્યું છે. પૂજારીની ધરપકડના વિરોધમાં ભાજપ રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન કરશે.

કોંગ્રેસને રામ મંદિરથી સમસ્યા

મળતા અહેવાલો મુજબ, આ મામલો લાંબા સમયથી પેન્ડિંગ હતો, ત્યારબાદ એક અભિયાન હેઠળ કેસનો નિવેડો લવાયો હતો, જોકે હવે 30 વર્ષ બાદ હિંસાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર હિંસામાં સામેલ હોવાનો આરોપ લગાવાયો હતો, ત્યારે તે 20 વર્ષનો હતો. આ મામલે ભાજપના નેતા સીટી રવિએ કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિરથી સમસ્યા છે. તેમને લાગે છે કે, રામ તો છે જ નહીં, માત્ર એક કાલ્પનિક પાત્ર છે. 30 વર્ષ પહેલા બનેલી ઘટનામાં હવે રાજભક્તની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો SDPI/PFIને છોડી દે છે અને રામ ભક્તોની ધરપકડ કરી લે છે.

ઘટના અંગે કોંગ્રેસ સરકારે શું કહ્યું ?

ઘટના બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, જો કોઈએ ભુલ કરી છે તો અમે શું કરીશું ? જેણે ગુનો આચર્યો, શું અમે તેને ખુલ્લો છોડી દઈએ. અમારી સરકાર તમામ જૂના કેસો ખતમ કરશે. પોલીસે કાયદા મુજબ કામ કર્યું છે. આ કોઈ નફરતનું રાજકારણ નથી. અમે કોઈ નિર્દોષની ધરપકડ કરી નથી.


adv

Related News

post
post
post
post
post
post
post